મુંબઈ, 15 મેઃ સીએ વિક્રમ બજાજ દ્વારા પ્રમોટેડ ગ્રોઇંગટન વેન્ચર્સ ઈન્ડિયા લિમિટેડ એ ડિસેમ્બર 2023ના રોજ પૂરા થતા નાણાંકીય વર્ષ 2024ના પહેલા નવ મહિનામાં અને ત્રીજા ત્રિમાસિક ગાળા માટે ઉત્કૃષ્ટ પરિણામો દર્શાવ્યા છે. નાણાંકીય વર્ષ 2024ના પહેલા નવ મહિના માટે કંપનીએ રૂ. 23.81 કરોડની કુલ આવક નોંધાવી હતી જે નાણાંકીય વર્ષ 2023ના નવ મહિનામાં રૂ. 9.04 કરોડની આવકની સરખામણીએ વાર્ષિક ધોરણે 163 ટકા વધુ હતી. નાણાંકીય વર્ષ 2024ના પહેલા નવ મહિના દરમિયાન ચોખ્ખો નફો 328 ટકા વધને રૂ. 1.75 કરોડ થયો હતો જે ગત નાણાંકીય વર્ષના સમાન ગાળામાં રૂ. 40.88 લાખ હતો.
કંપનીએ પ્રત્યેક રૂ. 10ની ફેસ વેલ્યુના ફુલ્લી પેઇડ એવા તેના ઇક્વિટી શેરને પ્રત્યેક રૂ. 1ની ફેસ વેલ્યુના ફુલ્લી પેઇડ શેરને 10 ઇક્વિટી શેર્સમાં વિભાજન કર્યું હતું. કંપનીએ વર્તમાન નાણાંકીય વર્ષમાં તેની સંપૂર્ણ માલિકીની કંપની એલીમેન્ટર્સ ફૂડસ્ટફ ટ્રેડિંગ એલએલસી, દુબઈ, યુએઈની સ્થાપના કરી છે.


બિઝનેસમાં વિકાસને ધ્યાનમાં રાખતા મેનેજમેન્ટ કોલ્ડ સ્ટોરેજ ફેસિલિટી લીઝ પર લેવા અને નવી મુંબઈની એમઆઈડીસી નજીક ફ્રૂટ પ્રોસેસિંગ અને પેકેજિંગ યુનિટ ઊભું કરીને બિઝનેસના વિસ્તરણની યોજના ધરાવે છે. કંપની તેની પોતાની બ્રાન્ડ નેમ હેઠળ ફળો, મસાલા પાવડરના વિતરણ અર્થે રિલાયન્સ, બિગ બાસ્કેટ, ગોદરેજ ફ્રેશ, મોર, એમેઝોન અને અન્ય કંપનીઓ માટે સપ્લાય ચેઇન પાર્ટનર બનાવાની પણ યોજના છે.

નાણાંકીય વર્ષ 2023 માટે કંપનીએ બિઝનેસમાં અનેકગણો વધારો નોંધાવ્યો છે. નાણાંકીય વર્ષ 2023 માટે વેચાણ રૂ. 19.63 કરોડ રહ્યું હતું જે નાણાંકીય વર્ષ 2022માં રૂ. 1.23 કરોડના વેચાણ કરતાં અનેકગણો વધારો દર્શાવે છે. કંપનીએ નાણાંકીય વર્ષ 2022માં રૂ. 3 લાખની ખોટ સામે રૂ. 1.26 કરોડનો નફો નોંધાવ્યો હતો. કંપનીએ કોવિડના ગાળા પછી સારી કામગીરી દર્શાવી છે અને માર્ચ 2023માં બોનસ શેર્સ (24:100) પણ જાહેર કર્યા હતા. કંપનીએ ઠરાવ પસાર કરીને તેના દેવાદાર યાદુકા એગ્રોટેક પ્રાઇવેટ લિમિટેડને યાદુકા એગ્રોટેક પ્રાઇવેટ લિમિટેડના દેબોશ્મિતા કન્સ્ટ્રક્શન પ્રાઇવેટ લિમિટેડ, ફાસ્ટવ્હીલ રોડલાઇન્સ પ્રાઇવેટ લિમિટેડ, ફોરવર્ડ કેરિયર્સ પ્રાઇવેટ લિમિટેડ, શ્રીજીતા કન્સ્ટ્રક્શન પ્રાઇવેટ લિમિટેડ તથા કરુણાંજલિ ટ્રાન્સપોર્ટ પ્રાઇવેટ લિમિટેડ સાથે જોડાણની યોજનાને મંજૂરી આપી છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)