Groww મ્યુચ્યુઅલ ફંડે ETF અને FOF સ્કીમ્સ રજૂ કરી
બેંગાલુરૂ, 26 જુલાઈ: Groww મ્યુચ્યુઅલ ફંડ Groww નિફ્ટી ઇવી અને ન્યુ એજ ઓટોમોટિવ ઇટીએફ અને Groww નિફ્ટી ઇવી અને ન્યુ એજ ઓટોમોટિવ ઇટીએફ FOFનો એનએફઓ લોન્ચની જાહેરાત કરતા ખુશી અનુભવે છે. Groww નિફ્ટી ઇવી અને ન્યૂ એજ ઓટોમોટિવ ઇટીએફનો એનએફઓ સમયગાળો 2 ઓગસ્ટ, 2024 સુધી ખુલ્લો રહેશે અને Groww નિફ્ટી ઇવી અને ન્યૂ એજ ઓટોમોટિવ ઇટીએફ FOF માટેનો એનએફઓ સમયગાળો 24 જુલાઈ – 7 ઓગસ્ટ, 2024 સુધીનો રહેશે.
બંને સ્કીમનો અંતર્ગત બેન્ચમાર્ક ઇન્ડેક્સ નિફ્ટી ઇવી અને ન્યૂ એજ ઓટોમોટિવ ઇન્ડેક્સ – ટીઆરઆઈ છે, જેનો હેતુ એવી કંપનીઓની કામગીરીને ટ્રેક કરવાનો છે જે ઇવી ઇકોસિસ્ટમનો ભાગ છે અથવા નવા યુગના ઓટોમોટિવ વાહનોના અથવા સંબંધિત ટેકનોલોજી5 વિકાસમાં સામેલ છે.
નિફ્ટી ઇવી અને ન્યૂ એજ ઓટોમોટિવ ઇન્ડેક્સ, નિફ્ટી 500 ઇન્ડેક્સમાંથી 33 કંપનીઓ પર દેખરેખ રાખવા માટે બનાવવામાં આવ્યો છે. આ ઇન્ડેક્સ મુખ્યત્વે ઓટોમોબાઈલ અને ઓટો કમ્પોનન્ટ ઉદ્યોગની કંપનીઓનો બનેલો છે.
Groww એસેટ મેનેજમેન્ટ લિમિટેડના સીઈઓ વરુણ ગુપ્તાએ જણાવ્યું હતું કે, અમારા ETF અને FOF ખાસ કરીને રોકાણકારોને ઈલેક્ટ્રિક મોબિલિટી અને સંબંધિત ટેક્નોલોજીના સંભવિત ભવિષ્યનો લાભ લેવા માટે મદદ કરવા માટે બનાવવામાં આવ્યા છે. આ ફંડ્સમાં રોકાણ કરીને રોકાણકારો ઈલેક્ટ્રિક વાહનો, બેટરી ટેક્નોલોજી, ચાર્જિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ઈવી ઈકોસિસ્ટમના અન્ય મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં નવીનતા લાવતી કંપનીઓના વિવિધ પોર્ટફોલિયોમાં એક્સપોઝર મેળવવાનો પ્રયાસ કરી શકે છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)