ગુજરાત ટૂલરૂમે 100 ટકા ડિવિડન્ડ મંજૂર કર્યું, રિલાયન્સ તરફથી રૂ. 29 કરોડનો ઓર્ડર મળ્યો
કંપનીની પેટાકંપની જીટીએલ જેમ્સ ડીએમસીસીએ ઉત્કૃષ્ટ કામગીરી દર્શાવી, રૂ. 202.81 કરોડનું ટર્નઓવર તથા રૂ. 27.86 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો
અમદાવાદ, 8 એપ્રિલ:માઇન્સ અને મિનરલ્સના બિઝનેસમાં કાર્યરત અમદાવાદ સ્થિત ગુજરાત ટૂલરૂમ લિમિટેડ (BSE: 513337)ના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે શેરદીઠ રૂ. 1ની ફેસ વેલ્યુના પ્રત્યેક શેર પર રૂ. 1નું એટલે કે 100 ટકા ડિવિડન્ડ મંજૂર કર્યું હતું. બોર્ડે વચગાળાના ડિવિડન્ડના પેમેન્ટ માટે શેરધારકોની પાત્રતા નક્કી કરવાના હેતુ માટે રેકોર્ડ ડેટ તરીકે શનિવાર, 20 એપ્રિલ, 2024 નક્કી કરી છે.ડિવિડન્ડની ચૂકવણી કંપનીની મજબૂત નાણાંકીય સ્થિતિ તથા તેના રોકાણકારો માટે ટકાઉ વળતર પેદા કરવાની તેની ક્ષમતા દર્શાવે છે.
માર્ચ 2024માં કંપનીને કન્સ્ટ્રક્શન સપ્લાય માટે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ તરફથી રૂ. 29 કરોડનો ઓર્ડર મળ્યો હતો. આ ઓર્ડર જીટીએલ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ વચ્ચે સંભવિત જોડાણનો પહેલો તબક્કો સૂચવે છે. કંપની નજીકના ભવિષ્યમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ તરફથી વધુ આવા ઓર્ડરની અપેક્ષા રાખે છે, એમ જીટીએલે જણાવ્યું હતું. આ ઉપરાંત જીટીએલ આગામી મહિનાઓમાં વિવિધ ક્લાયન્ટ્સ તરફથી વધારાના ઓર્ડર્સની ગણતરી ધરાવે છે જે કંપનીની આવક અને નફાકારકતામાં વૃદ્ધિમાં પ્રદાન કરશે.
કંપનીની પેટાકંપની જીટીએલ જેમ્સ ડીએમસીસીએ જાહેર કર્યું હતું કે તેણે આંતરિક અપેક્ષાઓથી પણ આગળ વધીને 1 ડિસેમ્બરથી 1 માર્ચ સુધીના 3 મહિનાના ગાળામાં અભૂતપૂર્વ પરિણામો હાંસલ કર્યા છે. જીટીએલ જેમ્સ ડીએમસીસીએ ઉત્કૃષ્ટ કામગીરી દર્શાવી છે અને 24,464,521 યુએસ ડોલર (રૂ. 202.81 કરોડ)નું ટર્નઓવર અને 3,361,425 યુએસ ડોલર (રૂ. 27.86 કરોડ)નો ચોખ્ખો નફો નોંધાવ્યો છે. જીટીએલ જેમ્સ ડીએમસીસી દ્વારા હાંસલ કરાયેલું 13.74 ટકાનું પ્રોફિટ માર્જિન ઉદ્યોગના માપદંડો કરતાં ઘણું વધારે છે.
જીટીએલ જેમ્સ ડીએમસીસીની સફળતા ડાયમંડ, જેમસ્ટોન અને ગોલ્ડ માર્કેટ્સ પર તેના ધ્યાનને આભારી છે જ્યાં તેણે વધતી માંગ અને ઊભરતી તકો તથા ઝામ્બિયા માઇન્સથી ઇન-હાઉસ સપ્લાયનો લાભ ઉઠાવ્યો છે. આગળ જતા અમને વિશ્વાસ છે કે જીટીએલ જેમ્સ ડીએમસીસી મજબૂત નાણાંકીય કામગીરી અને આગામી મહિનાઓમાં વધુ સારા અથવા આના જેવા જ પરિણામોની પ્રતિબદ્ધતા દર્શાવશે. આ સફળતા ગુજરાત ટૂલરૂમ લિમિટેડ અને તેની પેટાકંપનીઓમાં રહેલી વિકાસની સંભાવનામાં અમારો વિશ્વાસ પુનઃસ્થાપિત કરે છે.જીટીએલ ટકાઉ વિકાસ અને નફાકારકતા હાંસલ કરવા માટે તેની પ્રતિબદ્ધતામાં અડગ રહે છે. ડાયવર્સિફિકેશન તથા મજબૂત ફાઇનાન્શિયલ અને મજબૂત ઓર્ડર બુક પર વ્યૂહાત્મક ધ્યાન સાથે જીટીએલ ઊભરતી તકોનો લાભ લેવા અને ઉદ્યોગના ઊભરી રહેલા ડાયનેમિક્સમાં આગળ વધવા માટે તૈયાર છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)