HDFC બેલેન્સ્ડ એડવાન્ટેજ ફંડનું 18%ના CAGR સાથે રોકાણ અનેકગણું થયું
મુંબઈ, 31 જાન્યુઆરી: ઓપન એન્ડેડ બેલેન્સ્ડ ફંડ, HDFC બેલેન્સ્ડ એડવાન્ટેજ ફંડએ 1લી ફેબ્રુઆરી, 2024ના રોજ 30 વર્ષ પૂર્ણ કર્યા છે. ઈક્વિટી અને ડેટ રોકાણો વચ્ચે ડાયનેમિક ફાળવણી મારફત આવક અને લાંબાગાળે મૂડી સર્જન કરી આપવાના હેતુ સાથે ફંડે શરૂઆતથી અત્યારસુધી 18 ટકા CAGRના દરે રિટર્ન આપ્યું છે. પરિણામે છેલ્લા 3 દાયકામાં રૂ. 1 લાખનું પ્રારંભિક રોકાણ આજે વધી 1.58 કરોડ (158 ગણું) થયું છે.
HDFC એએમસીના એમડી અને સીઈઓ નવનીત મુનોતે જણાવ્યું હતું કે, HDFC બેલેન્સ્ડ એડવાન્ટેજ ફંડની ત્રણ દાયકાની અદ્ભુત સફર અમારી ઝીણવટપૂર્વક અભ્યાસ કરાયેલી રોકાણની ફિલસૂફી અને મજબૂત પ્રક્રિયાઓ દર્શાવે છે. HDFC એએમસીના સિનિયર ફંડ મેનેજર ગોપાલ અગ્રવાલે જણાવ્યું હતું કે, HDFC બેલેન્સ્ડ એડવાન્ટેજ ફંડે લાંબાગાળા પર ફોકસ કરતાં રોકાણના શિસ્તબદ્ધ વલણ સાથે મલ્ટીપલ માર્કેટ સાયકલ વચ્ચે સફળતાપૂર્વક રોકાણ પદ્ધતિ અપનાવી છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)