અમદાવાદ, 2 ફેબ્રુઆરીઃ અદાણી એન્ટરપ્રાઇઝે ઈઝરાયેલની ડિફેન્સ ઈલેક્ટ્રોનિક્સ કંપની સાથે મોટા કરાર પર હસ્તાક્ષર કર્યા છે. બંને કંપનીઓ સંરક્ષણ એપ્લિકેશન માટે ટેકનોલોજી અને સિસ્ટમ ડેવલપમેન્ટ માટે સાથે મળીને કામ કરશે. જેમાં ઇઝરાયેલની કંપની અદાણી એન્ટરપ્રાઇઝની સ્ટેપ-ડાઉન સબસિડિયરીમાં 44 ટકા હિસ્સો લેશે.

અદાણી એન્ટરપ્રાઇઝે ઇઝરાયેલની એલ્બિટ સિસ્ટમ્સ લિમિટેડ સાથે મળીને રક્ષા ક્ષેત્રે મોટો સોદો કર્યો છે. કંપનીની સંપૂર્ણ માલિકીની પેટાકંપની અદાણી ડિફેન્સ સિસ્ટમ્સ એન્ડ ટેક્નોલોજીસ લિમિટેડ (ADSTL) એ ESL સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા છે. અદાણી ડિફેન્સ સિસ્ટમની સંપૂર્ણ માલિકીની પેટાકંપની અથર્વ એડવાન્સ્ડ સિસ્ટમ્સ એન્ડ ટેક્નોલોજી (AASTL) સાથે ઇઝરાયેલની ESL 44 ટકા હિસ્સા ભાગીદારી કરશે. એટલે કે ત્યારબાદ કંપનીમાં અદાણી જૂથનો હિસ્સો 56 ટકા રહેશે.  

ડીલ પ્રમાણે અથર્વ એડવાન્સ્ડ સિસ્ટમ્સ ઇઝરાયેલની આંતરરાષ્ટ્રીય ડિફેન્સ ઇલેક્ટ્રોનિક્સ કંપની એલ્વિટ સિસ્ટમ્સને શેર ઇશ્યૂ કરશે. કંપની પ્રવક્તાએ જણાવ્યું હતું કે “આ કરારો સંરક્ષણ એપ્લિકેશ્સ માટે વિવિધ તકનીકો અને સિસ્ટમના વિકાસ અને ઉત્પાદન હેતુ કરવામાં આવ્યા છે.”

અદાણી ડિફેન્સ એન્ડ એરોસ્પેસએ ભારતમાં નાના હથિયારો, માનવરહિત એરિયલ સિસ્ટમ્સ, રડાર, ડિફેન્સ ઈલેક્ટ્રોનિક્સ અને એવિઓનિક્સ, ટેક્ટિકલ કોમ્યુનિકેશન સિસ્ટમ્સ અને ઈલેક્ટ્રો-ઓપ્ટિકલ સિસ્ટમ્સ જેવા વિશાળ ડોમેનમાં ભારતીય સશસ્ત્ર દળોને સશક્ત કરતી વિક્રમી ક્ષમતાઓ સ્થાપિત કરી છે.  

અદાણી ડિફેન્સે ભારતની પ્રથમ માનવરહિત એરિયલ વ્હિકલ મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી સ્થાપી છે. કંપનીએ સંરક્ષણ અને સીવીલ એપ્લિકેશન બંને માટે કાઉન્ટર ડ્રોન સિસ્ટમ્સ લાગુ કરવાની પણ પહેલ કરી છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)