HDFC બેંકે તેના કર્મચારીઓમાં છેતરપિંડી અંગે જાગૃતિ પેદા કરવા સેશન યોજ્યું
અમદાવાદ, 24 જૂન: HDFC બેંકે તેના સલામત બેંકિંગ જાગૃતિ અભિયાનના ભાગરૂપે તેના કર્મચારીઓમાં છેતરપિંડી અંગે જાગૃતિ પેદા કરવા માટે એક વર્ચ્યુઅલ સેશનનું આયોજન કર્યું હતું. છેતરપિંડી માટે અજમાવવામાં આવતી વિવિધ પ્રકારની યુક્તિઓ અંગે જાગૃતિ પેદા કરવા તથા આ પ્રકારની યુક્તિઓ અંગે વધુને વધુ જાગૃત રહેવા કર્મચારીઓને માહિતી અને કૌશલ્ય પૂરાં પાડવા માટે આ સેશન યોજવામાં આવ્યું હતું.
HDFC બેંકના રીટેઇલ ક્રેડિટ સ્ટ્રેટેજી એન્ડ કન્ટ્રોલના ગ્રૂપ હેડ સુંદરેસન એમ. તથા HDFC બેંકના ક્રેડિટ ઇન્ટેલિજેન્સ એન્ડ કન્ટ્રોલના એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ મનિષ અગ્રવાલએ આ કાર્યક્રમને હૉસ્ટ કર્યો હતો તથા આ બાબતને વધુ સારી રીતે વર્ણવવા માટે કેટલાક કેસ સ્ટડીઝ પણ શૅર કર્યા હતા. આ સેશન સ્ટાફને નવા પ્રકારની છેતરપિંડીઓ અંગે જાણકારી પૂરી પાડવા પર કેન્દ્રીત હતો, જેમ કે, કુરિયર સ્કેમ, નકલી પોલીસ સ્કેમ, નકલી ક્રેડિટ સ્કેમ વગેરે. આ સેશનમાં નકલી ખાતા ખુલતા કેવી રીતે અટકાવવા, નાણાંની ગેરકાયદે રીતે લેવડદેવડ માટેની બેંકિંગ ચેનલોનો દુરુપયોગ થતો કેવી રીતે અટકાવવો, આતંકવાદીઓને થતું ફન્ડિંગ કેવી રીતે રોકવું, સાઇબર ફ્રોડ અને મની લૉન્ડરિંગની પ્રવૃત્તિઓને કેવી રીતે અટકાવવી વગેરે જેવા પાસાંઓને પણ આવરી લેવામાં આવ્યાં હતાં.
મહારાષ્ટ્ર રાજ્યના ભૂતપૂર્વ ડીજીપી અને મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર આઇપીએસ (નિવૃત્ત) ડી. શિવાનંદનએ આ સેશનને સંબોધ્યું હતું. આ પ્રસંગે સુંદરેસનએ જણાવ્યું હતું કે, આજકાલ આપણે વધુને વધુ ડિજિટલ રીતે નાણાકીય લેવડદેવડ કરીએ છીએ. આથી છેતરપિંડી કરનારાઓ દ્વારા ઉપયોગમાં લેવાતી વિવિધ પ્રકારની મોડસ ઓપરેન્ડી અંગે તથા ઓનલાઇન છેતરપિંડીના ભોગ ના બનાય તે માટે પાલન કરવાના સલામત બેંકિંગ વ્યવહારો અંગે જાગૃતિ પેદા કરવી જરૂરી બની ગયું છે. કોઈ બિન-ભરોસાપાત્ર લિંક પર ક્લિક ના કરવી અથવા કોઈ અજાણી વ્યક્તિને તમારા બેંકિંગની ખાનગી વિગતો ના આપવી વગેરે જેવી મૂળભૂત બાબતો યાદ રાખવી ખૂબ જ મહત્ત્વનું બની ગયું છે.
નાણાકીય વર્ષ 2024માં HDFC બેંકે સમગ્ર ભારતમાં આ પ્રકારના 16,000થી પણ વધારે સેશન યોજ્યાં હતાં અને બેંક સમાજના વિવિધ વર્ગોને આવરી લઇને 2,00,000થી વધારે સહભાગીઓ સુધી પહોંચી શકી હતી. ગ્રાહકોએ કેન્દ્રીય ગૃહ મંત્રાલય (એમએચએ) દ્વારા શરૂ કરવામાં આવેલા હેલ્પલાઇન નંબર 1930 પર કૉલ કરીને ફરિયાદ પણ નોંધાવવી જોઇએ તથા આ ફરિયાદને નેશનલ સાઇબરક્રાઇમ રીપોર્ટિંગ પોર્ટલ https://cybercrime.gov.in પર સબમિટ પણ કરવી જોઇએ.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)