બેન્કની પરિવર્તન પહેલ ગુજરાતમાં 58 લાખથી વધારે લોકોના જીવનમાં હકારાત્મક બદલાવ લાવી

જુલાઈ 2024 સુધીમાં ગુજરાતમાં પ્રભાવ

3.78 લાખથી વધારે ખેડૂતોને તાલીમ690થી વધારે સોલર લાઇટ ઇન્સ્ટોલ
2585થી વધારે કિચન ગાર્ડન્સ180થી વધારે બાયોમાસ સ્ટવ્સ
31,090થી વધારે વિદ્યાર્થીઓ લાભાન્વિત215થી વધારે શાળાઓ સુધી પહોંચાડ્યું  
53830 મહિલા ઉદ્યોગસાહસિકોને તાલીમ3,915થી વધારે યુવાનોને તાલીમ
1,760થી વધારે શૌચાલયો બાંધ્યા86,320થી વધુ નાણા સાક્ષરતા કેમ્પ

અમદાવાદ, 15 નવેમ્બર: ભારતની ખાનગી ક્ષેત્રની સૌથી મોટી બેંક એચડીએફસી બેંક તેની સીએસઆર પહેલ પરિવર્તન મારફતે ગુજરાતમાં અત્યાર સુધીમાં 58.53 લાખ લોકોના જીવનમાં હકારાત્મક પરિવર્તન લાવી ચૂકી છે.

એચડીએફસી બેંકની પરિવર્તન પહેલ ગુજરાતમાં વર્ષ 2017થી ચાલી રહી છે. બેંકે વર્ષ 2017થી આણંદ, ગાંધીનગર, પંચમહાલ, મહીસાગર, તાપી, વલસાડ, સાબરકાંઠા, નર્મદા, ખેડા, ગીર સોમનાથ, અમરેલી અને કચ્છ જિલ્લામાં એચઆરડીપી હેઠળ 205 ગામોને આવરી લીધાં છે. આ ઉપરાંત, તેણે ગુજરાતમાં તેના ફૉકસ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ હેઠળ અમદાવાદ, બનાસકાંઠા, ભાવનગર, ડાંગ, જામનગર, જૂનાગઢ, ખેડા, કચ્છ, મહીસાગર, નવસારી, પંચમહાલ, રાજકોટ, સાબરકાંઠા અને સુરેન્દ્રનગર જિલ્લાઓના 417 ગામોને આવરી લઈ રાજ્યમાં સ્થાયી વિકાસને આગળ વધાર્યો છે.

આ સિવાય બેંક મહત્ત્વકાંક્ષી તાલુકા અરવલ્લી તથા પાટણ અને બનાસકાંઠાના સરહદી વિસ્તારોના ગામોમાં નવા પ્રોજેક્ટ્સ પણ લૉન્ચ કરવા જઈ રહી છે.

પરિવર્તન હેઠળના પાંચ મુખ્ય ફૉકસ એરીયામાંથી ગ્રામ્યવિકાસ, શિક્ષણને પ્રોત્સાહન, કૌશલ્યની તાલીમ અને આજીવિકા વધારવીનો સૌથી વધારે પ્રભાવ પડ્યો છે, જેના કારણે અનુક્રમે 3.78 લાખ ખેડૂતો, 31,090 વિદ્યાર્થીઓ અને 53,830 મહિલા ઉદ્યોગસાહસિકો લાભાન્વિત થઈ રહ્યાં છે. આ પહેલની પહોંચ ગુજરાતના 33 જિલ્લાઓમાંથી 17 જિલ્લા સુધી છે.

એચડીએફસી બેંકના સીએસઆરના હેડ સુશ્રી નુસરત પઠાણએ જણાવ્યું હતું કે, એચડીએફસી બેંક પરિવર્તન પહેલ મારફતે અમે વિવિધ સમુદાયોનું સશક્તિકરણ કરીને અને જમીની સ્તરે હકારાત્મક પરિવર્તન લાવીને સામાજિક-આર્થિક વિકાસને પ્રોત્સાહન આપવા પર ધ્યાન કેન્દ્રીત કર્યું છે. અમારા સીએસઆર પ્રયાસોનું ફૉકસ દેશના સૌથી ઝડપથી વિકસી રહેલા રાજ્યોમાંથી એક એવા ગુજરાત પર સવિશેષ છે.

એચડીએફસી બેંકના ગુજરાત ખાતેના બ્રાન્ચ બેંકિંગ હેડ થોમસન જૉસએ જણાવ્યું હતું કે, એક સામાજિક રીતે ઉત્તરદાયી કૉર્પોરેટ નાગરિક તરીકે એચડીએફસી બેંક લોકો અને પરિવારોના જીવનમાં અર્થપૂર્ણ પરિવર્તન લાવવા માટે તેની ભૂમિકા ભજવવા પર સમાન રીતે ધ્યાન આપી રહી છે.

એચડીએફસી બેંક માર્ચ 2024માં પૂરાં થતાં નાણાકીય વર્ષ દરમિયાન દેશમાં સીએસઆર પાછળ સૌથી વધુ ખર્ચ કરનારોમાંથી એક હતી. 31 માર્ચ, 2024 સુધીમાં બેંકે સમગ્ર દેશમાં તેની વિવિધ સીએસઆર પહેલ પર રૂ. 945.31 કરોડ ખર્ચ્યા હતાં. આ ઉપરાંત, માર્ચ 2024 સુધીમાં બેંકે સમગ્ર ભારતમાં સંચિત રીતે 10.19 કરોડથી વધારે લાભાર્થીઓ સુધી પહોંચીને તેનું પ્રભાવક્ષેત્ર પણ વિસ્તાર્યું છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)