HDFC બેંકે તેના સ્પેશિયલ રીક્રૂટમેન્ટ પ્રોગ્રામ દ્વારા નવી ભરતી માટેના દ્વાર ખોલ્યાં
અમદાવાદ, 24 મે: HDFC બેંકે યુવાન ગ્રેજ્યુએટોને એક વર્ષની અંદર બેંકિંગ પ્રોફેશનલ્સ બનાવવા માટે ભારતવ્યાપી ભરતી કાર્યક્રમ ફ્યુચર બેંકર્સ 2.0 લૉન્ચ કર્યો છે. બીએફએસઆઈની મનીપાલ ગ્લોબલ એકેડમીના સહયોગમાં લૉન્ચ કરવામાં આવેલો ફ્યુચર બેંકર્સ 2.0 પ્રોગ્રામ એ એક વર્ષનો પ્રોફેશનલ ડિપ્લોમા છે, જેનો ઉદ્દેશ્ય HDFC બેંકના મહત્ત્વના પ્રોત્સાહક ક્ષેત્ર રીટેઇલ બેંકિંગ બિઝનેસ માટે એક સક્ષમ અને ભવિષ્ય માટે સજ્જ ટેલેન્ટ પાઇપલાઇનની રચના કરવાનો છે.
ફ્યુચર બેંકર્સ 2.0 પ્રોગ્રામને ક્લાસરૂમના સેશન્સ, ગેસ્ટ લેક્ચર્સ, ગ્રૂપ ચર્ચા, ભૂમિકા ભજવવી અને ફીલ્ડ વર્કના અનોખા મિશ્રણની સાથે તૈયાર કરવામાં આવ્યો છે. કૉર્સ સફળતાપૂર્વક પૂરો કરી લેવા પર વિદ્યાર્થીને બીએફએસઆઈની મનીપાલ એકેડમી તરફથી પોસ્ટગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન સેલ્સ એન્ડ રીલેશનશિપ બેંકિંગ પ્રાપ્ત થશે તથા તેમને HDFC બેંકમાં જ ડેપ્યુટી મેનેજરના ગ્રેડ પર પર્સનલ બેંકર તરીકે નોકરીની ખાતરીપૂર્વકની તક પણ પૂરી પાડવામાં આવશે. સફળ રહેલા તમામ ઉમેદવારોને વાર્ષિક રૂ. 5.59 લાખ*નો સીટીસી પૂરો પાડવામાં આવશે. HDFC બેંકના ચીફ હ્યુમન રીસોર્સિસ ઑફિસર વિનય રાઝદાનએ જણાવ્યું હતું કે, ફ્યુચર બેંકર્સ 2.0 હેઠળ, વિદ્યાર્થીઓને ખૂબ સારા પગારધોરણ અને ‘શીખવાની સાથે કમાવા’ની તક સાથે નોકરી પર જ પ્રેક્ટિકલ તાલીમ મેળવવાનો અદભૂત મોકોમળશે.મનીપાલ ગ્લોબલના ચીફ બિઝનેસ ઑફિસરરોબિન ભૌમિકે જણાવ્યું હતું કે, ફ્યુચર બેંકર્સ 2.0 એ સમાન તકો પૂરી પાડતો પ્રોગ્રામ છે, જે પોસ્ટગ્રેજ્યુએટોને નોકરી દરમિયાન જ તાલીમ પૂરી પાડીને તેમને બેંકિંગ અને તેની સેવાઓની ઊંડી સમજણ પૂરી પાડશે.