મુંબઈ, 3 જાન્યુઆરી: કૅશ અને ઇક્વિટી ડેરિવેટિવ્સ સેગમેન્ટ્સમાં NSE અને BSEની ક્લીયરિંગ અને સેટલમેન્ટ બેંક HDFC બેંક ભારતીય સ્ટોક એક્સચેન્જિસમાં 01 જાન્યુઆરી, 2024થી શરૂ થયેલા ‘ટ્રેડિંગ સપોર્ટેડ બાય બ્લૉક્ડ એમાઉન્ટ ઇન સેકન્ડરી માર્કેટ’ માટે સ્પોન્સર અને ડેસ્ટિનેશન બેંક તરીકે કામ કરવાનું શરૂ કર્યું છે.

સેબીએ પ્રાઇમરી માર્કેટ્સ માટેના ASBA સાથે સુસંગત રહીને 1 જાન્યુઆરી, 2024થી સેકન્ડરી માર્કેટ માટે વૈકલ્પિક આધારે બ્લૉક મિકેનિઝમ મારફતે કૅશ સેગમેન્ટમાં ટ્રેડિંગ કરવાની મંજૂરી આપી છે, જેમાં રોકાણકારોએ ટ્રેડ કરવા માટે નાણાંને બ્રોકરના ખાતામાં આગોતરા ટ્રાન્સફર કરવા પડશે નહીં, તેમના નાણાં તેમના બચત ખાતામાં જ રહેશે, જેમાંથી જરૂરી નાણાં ફક્ત બ્લૉક થઈ જશે.બેંક તેની સિસ્ટમને વિવિધ એક્સચેન્જ અને સંબંધિત ક્લીયરિંગ કૉર્પોરેશનો સાથે એકીકૃત કરીને સેબીની આ નવી પહેલને સમર્થન પૂરું પાડી શકી છે. આ સિસ્ટમ એકીકૃત થવાને લીધે રોકાણકારોના વેલિડેશન, બ્લૉક ક્રીયેશન, રીલીઝ,  રીવૉક, એક્ઝિક્યુન તથા દિવસના અંતે રીકન્સિલિયેશન અને રીપોર્ટિંગ કરવાનું શક્ય બન્યું છે. નાણાંને બ્લૉક કરવાનું/રીલીઝ કરવાનું યુપીઆઈથી સમર્થિત આ ટેકનોલોજી સોલ્યુશન રોકાણકારોને માર્જિન અને સેટલમેન્ટના ઉત્તરદાયિત્ત્વોને સરળતાથી પૂરાં કરવામાં મદદરૂપ થાય છે.

https://businessgujarat.in/ વેબસાઈટમાં આવતાં news updates મેળવવા માટે નીચેની લિંક ઉપર ક્લિક કરી ફોલો કરો

https://whatsapp.com/channel/0029VaDvQgaDOQIYqUTAu20r

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)