HDFC પૅન્શનના એસેટ્સ અંડર મેનેજમેન્ટ રૂ. 50,000 કરોડના આંકને પાર કરે છે
મુંબઈ, મે 19, 2023: નેશનલ પૅન્શન સીસ્ટમ (એનપીએસ) હેઠળ ઝડપથી વિકસી રહેલા વારસાગત પૅન્શન ફંડ મેનેજર, HDFC પૅન્શન મેનેજમેન્ટ કંપની લિ.એ 15મી મે, 2023ના રોજ એસેટ્સ અંડર મેનેજમેન્ટ (એયુએમ)નું રૂ. 50,000 કરોડનું સીમાચિહ્ન ઓળંગ્યું છે. 2013માં તેના આરંભથી, HDFC લાઈફ ઈન્સ્યોરન્સ કંપનીની સંપૂર્ણપણે માલિકીની સબસિડિયરી કંપનીએ ઝડપી દરે વિકાસ કર્યો છે (નીચેનું કોષ્ટક જુઓ). તેંત્રીસ મહિના (33)ના ગાળામાં એયુએમનું કદ રૂ. 10,000 કરોડના (જે જુલાઈ, 2020માં પ્રાપ્ત કરાયું હતું) બૅઝ એયુએમથી 400% વધ્યું છે.
સીમાચિહ્ન | જુલાઈ 2020 | ઑગસ્ટ 2021 | જૂન 2022 | જાન્યુ. 2023 | મે 2023 |
AUM રૂ. કરોડ | 10,000 | 20,000 | 30,000 | 40,000 | 50,000 |
લાગેલો સમય | 83 મહિના | 13 મહિના | 10 મહિના | 6 મહિના | 4 મહિના |
HDFC પૅન્શન રિટેલ અને કૉર્પોરેટ એનપીએસ ક્ષેત્ર હેઠળ સૌથી વધુ સંખ્યામાં સબસ્ક્રાઈબર્સ (પહેલી મે, 2023ના રોજ 15,00,000+) ધરાવતા ભારતમાંના સૌથી ઝડપથી વૃદ્ધિ પામી રહેલા વારસાગત પૅન્શન ફંડ મેનેજર છે.
આ સીમાચિહ્ન વિશે વાત કરતા, શ્રીરામ ઐય્યર – ચિફ ઍક્ઝિક્યુટિવ ઑફિસર, HDFC પૅન્શન કહે છે, અમારૂં એયુએમ રૂ. 50,000 કરોડના સીમાચિહ્નને વટાવી ગયું હોવાથી, અમારા સબસ્ક્રાઈબર્સ માટે અસરદાર ફંડ મેનેજમેન્ટ ચાર્જીસમાં હજી ઘટાડો થશે, જે આ ઉત્પાદનને તેમના માટે ખર્ચની દૃષ્ટિએ વધુ અસરકારક બનાવે છે.