કન્સોલિડેટેડ ધોરણે નાણાંકીય કામગીરી પર એક નજર

DivisionsQ1FY23
FY24FY23Change %
Revenue87.8550.7073%266.09
EBITDA14.367.4393%50.61
PAT6.713.5688%28.04
EPS (Rs.)7.894.1988%32.96
(રૂ. કરોડમાં)

અમદાવાદ, 9 ઓગસ્ટઃ પશુઓની વેક્સિન તથા હેલ્થ પ્રોડક્ટ્સનું ઉત્પાદન કરતી એનિમલ હેલ્થ કંપની હેસ્ટર બાયોસાયન્સ લિમિટેડે જૂન 2023ના રોજ પૂરા થતા નાણાંકીય વર્ષ 2024ના પ્રથમ ત્રિમાસિક ગાળામાંકન્સોલિડેટેડ ધોરણે રૂ. 6.71 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે જે નાણાંકીય વર્ષ 2023ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં રૂ. 3.56 કરોડના ચોખ્ખા નફાની સરખામણીમાં 88%ની વૃદ્ધિ દર્શાવે છે. કંપનીએ રૂ. 87.85 કરોડની કામગીરીથી આવક નોંધાવી છે. જે નાણાંકીય વર્ષ 2023ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં રૂ. 50.70 કરોડની આવકની સરખામણીએ વાર્ષિક ધોરણે 73%ની વૃદ્ધિ દર્શાવે છે. ઓપરેટિંગ નફો રૂ. 14.36 કરોડ નોંધાયો હતો, જે નાણાંકીય વર્ષ 2023ના સમાન ગાળામાં રૂ. 7.43 કરોડથી 93% વધ્યો હતો. ઈપીએસ શેરદીઠ રૂ. 7.89 નોંધાઇ હતી.

કન્સોલિડેટેડ પરિણામોમાં નેપાળ અને તાન્ઝાનિયાની પેટાકંપનીઓની કામગીરીનો સમાવેશ થાય છે. નાણાંકીય વર્ષ 2024ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં હેસ્ટર નેપાળનું ટર્નઓવર રૂ. 6.54 કરોડનું ટર્નઓવર હતું જે મુખ્યત્વે રસીની નિકાસને આભારી હતું જેમાંથી રૂ. 3.67 કરોડનો ચોખ્ખો નફો થયો હતો. હેસ્ટર આફ્રિકાએ રૂ. 1.76 કરોડનું નિકાસ વેચાણ નોંધાવ્યું છે.

એનિમલ હેલ્થકેર ડિવિઝનઃ એનિમલ હેલ્થકેર વિભાગમાં 93% વૃદ્ધિ જોવાઈ છે.

પોલ્ટ્રી હેલ્થકેર ડિવિઝનઃ પોલ્ટ્રી હેલ્થકેર વિભાગે વેચાણમાં 13%ની વૃદ્ધિ નોંધાવી હતી.

પેટકેર ડિવિઝનઃ રૂ. 0.80 કરોડનું વેચાણ નોંધાવ્યું છે. પેટકેર પ્રોડક્ટ્સને બજારમાં સારો પ્રતિસાદ મળ્યો છે

અન્ય ફાર્માસ્યુટિકલ્સ પ્રોડક્ટ્સઃ કંપનીએ રૂ. 26.79 કરોડના અન્ય ફાર્માસ્યુટિકલ પ્રોડક્ટ્સની નિકાસ કરી છે.