શીશ ઇન્ડસ્ટ્રીનો Q4 નફો 2.33 કરોડ, વાર્ષિક નફો 6.78 કરોડ
અમદાવાદ, 3 મેઃ શીશ ઇન્ડસ્ટ્રીઝે નાણાકીય વર્ષ 2022-23ના ચોથા ત્રિમાસિક ગાળામાં કુલ એકિકૃત આવક રૂ. 18.72 કરોડ અને કરવેરા બાદનો નફો રૂ.2.33 કરોડ નોંધાવ્યો છે. 31મી માર્ચ, 2023ના રોજ પૂરા થતા બાર મહિનાના સમયગાળાને અંતે, કંપનીની આવક રૂ. 70.32 નોંધાઈ હતી., ઇબીઆઇટીએ રૂ. 9.22 કરોડ હતું જ્યારે કરવેરા બાદનો નફો રૂ. 6.78 કરોડ નોંધાયો હતો અને ડિલ્યુટેડ ઇપીએસ રૂ. 6.42 નોંધાઈ હતી. પરીણામ અંગે સતિષકુમાર માનિયા, ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર શીશ ઇન્ડસ્ટ્રીઝે જણાવ્યું કે અમે લાંબાગાળાના હેતુથી વધુ ટકાઉ એવા બિઝનેસ વિકાસના આયોજન પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ. સંપૂર્ણ હસ્તગત સબસિડિયરી એવી- શીશ પોલિલેમ પ્રાઇવેટ લિમિટેડએ પણ તેના સ્થાપનના પ્રથમ વર્ષમાં જ ખૂબ જ સારો વિકાસ દર્શાવ્યો છે, આ કંપની લેમિનેશન ઉત્પાદનનોની વ્યાપારિક પ્રવૃતિ સાથે જોડાયેલી છે.
કંપનીના નાણાકીય પરીણામો એક નજરે (રૂ. કરોડમાં)
વિગત | Q4- 23 | Q3- 23 | વૃદ્ધિ % | વર્ષ 2023 | વર્ષ 2022 | વાર્ષિક ધોરણે % |
કુલ રેવન્યુ | 1,835.37 | 1,507.13 | 21.78 | 7,032.55 | 5,099.21 | 37.91 |
પીએટી | 232.59 | 81.84 | 184.20 | 677.87 | 264.96 | 155.8 |
પીએટી માર્જીન (%) | 12.43 | 5.66 | 9.89 | 5.30 | ||
ઇપીએસ (રૂ.) | 2.20 | 0.78 | 6.42 | 2.61 |