મે માસમાં નિફ્ટીની રેન્જ 17200- 18750 પોઇન્ટ વચ્ચેની રહેવાની નિષ્ણાતોની ધારણા

અમદાવાદ, 3 મેઃ એપ્રિલ માસમાં નિફ્ટીએ 6 ટકાનો સંગીન સુધારો નોંધાવ્યો છે. ત્યારે નિષ્ણાતો અને બજાર પંડિતો યુએસ ફાઇનાન્સિયલ સિસ્ટમની “સેલ ઇન મે એન્ડ ગો અવે” થિયરીને યાદ કરી રહ્યા છે. યુએસ બેઝ્ડ ફર્સ્ટ રિપબ્લિક બેન્કના ફેઇલ્યોર પછી યુએસ ફેડ રિઝર્વની વ્યાજદર નીતિ સહિત સંખ્યાબંધ નેગેટિવ કારણોસર એવું મનાય છે કે, અમેરીકન શેરબજારોમાં સેલ ઇન મે… થિયરી જોવા મળી શકે છે. પરંતુ બ્લૂમબર્ગના એક અહેવાલ અનુસાર 2000થી 2022ના વર્ષો દરમિયાન મે માસમાં ભારતતીય શેરબજારો અને ખાસ કરીને નિફ્ટીનો દેખાવ જોઇએ તો છેલ્લા ચાર વર્ષ પૈકી 2 મે માસ દરમિયાન નિફ્ટીએ પોઝિટિવ અને બે વાર નેગેટિવ દેખાવ કર્યો છે.

2000થી 2022ના 23 વર્ષો દરમિયાન  મે માસમાં 14 વાર સુધારો નોંધાવ્યો છે. અર્થાત્ મે માસમાં ભારતીય શેરબજારોમાં સુધારાની ચાલ જોવા મળી છે. તેની પાછળના કારણો જોઇએ તો માર્ચના અંતે પુરાં થતાં ત્રિમાસિક- વાર્ષિક પરીણામો, પાક- પાણીની સ્થિતિ વરસાદના વર્તારા તેમજ વિદેશી નાણાકીય સંસ્થાઓ સહિતના રોકાણકારોના વેલ્યૂ બાઇંગમાં વધારો થવાને ગણવી શકાય.

મે માસમાં આઇટી- ટેકનોલોજી, કન્ઝ્યુમર સેક્ટરમાં સુધારાનો આશાવાદ

છેલ્લા કેટલાંક સમયથી કરેક્શન મોડમાં ચાલી રહેલા આઇટી, ટેકનોલોજી તેમજ કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ સેક્ટરમાં મે માસ દરમિયાન સુધારાની શક્યતા નિષ્ણાતો અને બજાર પંડિતો જોઇ રહ્યા છે. સાથે સાથે બેન્કિંગ, ફાઇનાન્સ, હેલ્થકેર અને ગ્રીન એનર્જી સ્ટોક્સમાં પણ સુધારાનો આશાવાદ સેવાય છે.

નિફ્ટીની રેન્જ 17200- 18750 વચ્ચેની સેવાતી ધારણા

મે માસમાં નિફ્ટીની રેન્જ 17200- 18750 પોઇન્ટ વચ્ચેની રહેવાની નિષ્ણાતોની ધારણા નિષ્ણાતો અને બજાર પંડિતો વ્યક્ત કરી રહ્યા છે. નિફ્ટી માટે મહત્વનો સપોર્ટ 17800 અને મહત્વની રેઝિસ્ટન્સ સપાટી 18750 હોવાનું ટેકનિકલ નિષ્ણાતો દર્શાવી રહ્યા છે.

બુધવારે નિફ્ટી 58 પોઇન્ટ ઘટ્યો, સેન્સેક્સ 161 પોઇન્ટ નરમ

બુધવારે બીએસઇ સેન્સેક્સ 161.41 પોઇન્ટના ઘટાડા સાથે 61193.30 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી-50 પણ 57.80 પોઇન્ટના ઘટાડા સાથે 18089.95 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. માર્કેટબ્રેડ્થ નેગેટિવ, માર્કેટ સેન્ટિમેન્ટ સાવચેતી સાથે વેલ્યૂ બાઇંગનું

વિગતકુલસુધર્યાઘટ્યા
બીએસઇ365217201777
સેન્સેક્સ301218