ICC વર્લ્ડ કપના લીધે હોટલ, એરલાઇન્સના ભાડામાં 150% અને 80% વધારો થશે: જેફરીઝ
અમદાવાદ, 27 સપ્ટેમ્બરઃ 5 ઓક્ટોબરથી 19 નવેમ્બર સુધી યોજાનારી આઈસીસી વર્લ્ડ કપ ટુર્નામેન્ટના પગલે ભારતની હોટલ ઈન્ડસ્ટ્રીની આવકોમાં વધારો થશે. જેના પગલે હોટલના ભાડામાં 150 ટકા અને એરલાઈન્સના ભાડામાં 80 ટકા વધારો થશે.
46-દિવસીય આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટમાં 10 દેશોની ભાગીદારી જોવા મળશે, અને અમદાવાદ, બેંગલુરુ, ચેન્નાઈ, દિલ્હી, ધર્મશાલા, કોલકાતા, લખનૌ, મુંબઈ અને પૂણેમાં પ્રત્યેક પાંચ મેચો યોજાશે, જ્યારે હૈદરાબાદ ત્રણ મેચોની યજમાની કરશે.
ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023 મેચના દિવસોમાં પસંદગીની હોટલ અને ફ્લાઈટ્સનું જેફરીઝના એક અહેવાલ મુજબ, “વર્લ્ડ કપ ઇવેન્ટ હોસ્પિટાલિટી ઉદ્યોગ માટે ફળદાયી રહેશે. જેનાથી હોટલ અને એરલાઈન્સના ભાડમાં ક્રમશઃ 150 ટકા અને 80 ટકા વધારો થવાની શક્યતા જોવા મળી છે. મેચો માટે તમામ સ્થળોએ હોટેલ/ફ્લાઇટના ભાડા ચકાસ્યા હતા. જેમાંથી કેટલાકે પોતાના ભાડામાં 13 ગણા સુધી વધારો કરવા જઈ રહ્યા છે. મેચના દિવસ પહેલાના અઠવાડિયાની સરખામણીમાં પસંદગીના હોટેલ્સ/ફ્લાઇટ માટે મેચના દિવસો માટે સરેરાશ દર 150%/80% વધારે છે.”
12 વર્ષ બાદ ભારતમાં ICC વર્લ્ડ કપ
5 ઓક્ટોબરથી 19 નવેમ્બરની વચ્ચે યોજાનારા વર્લ્ડ કપ 12 વર્ષ બાદ ફરી પાછો ભારતમાં યોજાઈ રહ્યો છે. 46-દિવસીય આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટમાં 10 દેશોની ભાગીદારી જોવા મળશે, જેમાં અમદાવાદ, બેંગલુરુ, ચેન્નાઈ, દિલ્હી, ધર્મશાલા, કોલકાતા, લખનૌ, મુંબઈ અને પૂણેમાં પ્રત્યેક પાંચ મેચો યોજાશે, જ્યારે હૈદરાબાદ ત્રણ મેચોની યજમાની કરશે.
ઈન્ડસ્ટ્રીના નિષ્ણાતોએ જણાવ્યું હતું કે, “ક્રિકેટના લીધે દેશમાં પર્યટકો-દર્શકોની ભીડ વધતાં હોસ્પિટાલિટી ઈન્ડસ્ટ્રીના ત્રીજા ત્રિમાસિક પરિણામો આકર્ષક રહેશે. મોટા શહેરોની હોટલના દરોમાં ખૂબ જ નોંધપાત્ર વધારો જોઈ રહ્યા છે, ધર્મશાલા જેવા નાના શહેરોની હોટેલ્સમાં અત્યારથી જ તમામ રૂમ બુક થઈ ચૂક્યા છે.”
પ્રેક્ષકોના બુકિંગ સિવાય ખેલાડીઓ, સપોર્ટ સ્ટાફ, ક્રિકેટ બોર્ડના અધિકારીઓ, મીડિયા વગેરે માટે રૂમ બુક કરવામાં આવ્યા છે. મોટા શહેરોની ઘણી હોટલોના રિઝર્વેશન ડેસ્કના જણાવ્યા પ્રમાણે, મેચના દિવસો માટે ઓક્યુપન્સી પહેલાથી જ ઉંચી ચાલી રહી છે જેના પરિણામે દરો ઝડપથી વધી રહ્યા છે અને દરો મોટાભાગે મેચની તારીખોની નજીક વધુ વધે તેવી શક્યતા છે.”
તહેવારો-વેકેશનનો લાભ પણ થશે
હોસ્પિટાલિટી માટે ડિસેમ્બર ત્રિમાસિક આકર્ષક અને રેવન્યુ ગ્રોથ શિખરે પહોંચવાનો આશાવાદ છે. ઓક્ટોબર-નવેમ્બરમાં તહેવારોની સિઝન વેકેશનના પગલે પર્યટકોની ભીડ પણ જોવા મળશે. વર્લ્ડ કપના કારણે ઓક્યુપન્સી રેટ ઉંચો રહેશે.