ICICI બેન્કનો ચોખ્ખો નફો 28% વધી રૂ.40888 કરોડ
અમદાવાદ, 29 એપ્રિલઃ
ICICI બેન્કે માર્ચ-24ના અંતે પુરાં થયેલા ચોથા ત્રિમાસિક માટે પ્રોત્સાહક પરીણામો જાહેર કર્યા છે. તે અનુસાર ચોખ્ખી વ્યાજ આવક (NII) FY24 ના Q4માં 8 ટકા વધીને રૂ. 19,093 કરોડ થઈ હતી. ગ્રોસ એનપીએ વાર્ષિક ધોરણે 2.81 ટકાથી ઘટીને 2.16 ટકા થઈ હતી. ચોખ્ખી એનપીએ વાર્ષિક ધોરણે 0.48 ટકાથી ઘટીને 0.42 ટકા થઈ છે.. મુદતી થાપણોમાં 28 ટકાના વધારાની સાથે સાથે 20 ટકા વધારો એડવાન્સિસમાં પણ નોંધાવ્યો છે. સ્થાનિક NIM FY24ના Q4માં વર્ષ અગાઉ 4.9 ટકાથી ઘટીને 4.4 ટકા થઈ ગયો, FY23 સ્તરે સંપૂર્ણ વર્ષ NIM જાળવી રાખ્યું. કરવેરા બાદ નફો 28.2 ટકા વૃદ્ધિ સાથે રૂ. 40888 કરોડ નોંધાવ્યો છે. ICICI બેંકે FY24માં 2.4 ટકાનો ROA હાંસલ કર્યો હતો, જે સમગ્ર બોર્ડમાં મજબૂત કામગીરી દર્શાવે છે.
8 લાખ કરોડનું માર્કેટકેપ ધરાવતી ICICI બેન્ક 5મી કંપની
ICICI બેન્ક લિમિટેડ મજબૂત કમાણી પર તેના શેરમાં 4 ટકાથી વધુ તેજી પછી પ્રથમ વખત રૂ. 8-લાખ કરોડ-કરોડની માર્કેટ મૂડીને વટાવનારી પાંચમી ભારતીય અને બીજી બેન્ક બની છે. બેન્કનો શેર BSE પર 29 એપ્રિલના રોજ 5 ટકાના ઉછાળા સાથે રૂ. 1,160ની વિક્રમી ટોચે પહોંચ્યો હતો. બપોરે 2.10 વાગ્યે તે BSE પર રૂ. 1,157 પર ટ્રેડ કરી રહ્યો હતો, જે તેના અગાઉના બંધ કરતાં 4.5 ટકા વધીને હતો, જ્યારે બેન્ચમાર્ક સેન્સેક્સ 1.11 ટકા વધી 74,549 પોઈન્ટની સપાટી આસપાસ રહ્યો હતો. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, TCS, HDFC બેંક, ઈન્ફોસિસ અને ભારતી એરટેલ અત્યાર સુધીમાં આ માઈલસ્ટોન પાર કરી ચૂકી છે. RIL રૂ. 20.4 લાખ કરોડના Mcap સાથે ભારતની સૌથી મૂલ્યવાન કંપની રહી, ત્યારબાદ TCS અને HDFC બેન્ક, જેની Mcap અનુક્રમે રૂ. 15 લાખ કરોડ અને રૂ. 9.6 લાખ કરોડ છે. ઇન્ફોસિસ અને ભારતી એરટેલ પાસે રૂ. 8.16 લાખ કરોડ અને રૂ. 8.1 લાખ કરોડની Mcap છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)