ICICI લોમ્બાર્ડ અને AU સ્મોલ ફાઇનાન્સ બેન્કે બેન્કેસ્યોરન્સ ટાઈ-અપ કરી
મુંબઈ: ICICI લોમ્બાર્ડ જનરલ ઈન્સ્યોરન્સ AU સ્મોલ ફાઈનાન્સ બેંક સાથે બેંકેસ્યોરન્સ ટાઈ-અપમાં પ્રવેશ કરી રહી છે. AU બેંક ભારતભરમાં તેનું વિતરણ માળખું ઝડપથી વિસ્તારી રહી છે અને બે દિગ્ગજો વચ્ચેના આ જોડાણનો ઉદ્દેશ તેમના સંબંધિત ઉદ્યોગોમાં ICICI લોમ્બાર્ડ દ્વારા ઓફર કરાયેલ ચપળ, ડિજિટલ અને પેપરલેસ સોલ્યુશન્સ સાથે તેની સામાન્ય વીમા ઓફરને વધુ સમૃદ્ધ બનાવવાનો રહેશે. 20 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોમાં ફેલાયેલા 980થી વધુ બેંકિંગ ટચપોઇન્ટ પર પ્રોડક્ટ્સનો સંપૂર્ણ સ્યુટ ઓફર કરવામાં આવશે. ભાગીદારી વિશે બોલતા, ICICI લોમ્બાર્ડના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સંજીવ મંત્રીએ જણાવ્યું હતું કે, ગ્રાહકો અને વ્યવસાયોને તેમની વિકસતી જરૂરિયાતોને આધારે અસરકારક જોખમ વ્યવસ્થાપન ઉકેલો પ્રદાન કરવા માટે સતત પ્રયત્નશીલ છીએ. આ વ્યૂહાત્મક ભાગીદારીના મુખ્ય પાસાઓ પર પ્રકાશ પાડતા AU સ્મોલ ફાઇનાન્સ બેન્કના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ઉત્તમ ટિબ્રેવાલે જણાવ્યું હતું કે, અમારી હાલની પ્રોડક્ટ્સ અને સર્વિસીસની શ્રેણીમાં મૂલ્ય ઉમેરવા માટે વધારાના સામાન્ય વીમા ભાગીદાર સાથે જોડાણ કરવા માગીએ છીએ.