ICICI પ્રુડે. લાઈફ ઇન્શ્યોરન્સે રૂ. 27.65 અબજની VNB નોંધાવી
અમદાવાદ, 21 એપ્રિલઃ ICICI પ્રુડેન્શિયલ લાઈફ ઇન્શ્યોરન્સે 31 માર્ચ, 2023 ના રોજ પૂરા થયેલા નાણાંકીય વર્ષ માટે મજબૂત કામગીરી નોંધાવી છે. વેલ્યુ ઓફ ન્યૂ બિઝનેસ (વીએનબી), જે નફાકારકતા દર્શાવે, તે નાણાંકીય વર્ષ 2023માં વધીને રૂ. 27.65 અબજ થઈ હતી, જે વાર્ષિક ધોરણે 27.8%ની વૃદ્ધિ દર્શાવે છે. વીએનબી માર્જિન પણ નાણાંકીય વર્ષ 2022માં 28.0% થી વધીને નાણાંકીય વર્ષ 2023માં 32.0% થયા હતા.
નાણાંકીય વર્ષ 2023 દરમિયાન, એન્યુઅલાઈઝ્ડ પ્રિમિયમ ઇક્વિલન્ટ (એપીઈ) જે નવા બિઝનેસનું માપદંડ છે, તે વાર્ષિક ધોરણે 11.7% વધીને રૂ. 86.40 અબજ થઈ છે. નાણાંકીય વર્ષ 2023 માટે, પ્રોટેક્શન એપીઈ વાર્ષિક ધોરણે 14.5% વધીને રૂ. 15.04 અબજ થઈ છે. નવી બિઝનેસ રકમ વાર્ષિક ધોરણે 34.7% વધીને રૂ. 10.4 ટ્રિલિયન થઈ છે. 13મા મહિનાની દ્રઢતાનો ગુણોત્તર નાણાંકીય વર્ષ 2023ના 11 મહિનામાં 90 બેસિસ પોઈન્ટ્સથી સુધરીને 86.6% અને 61મા મહિનાનો દ્રઢતાનો ગુણોત્તર 1130 બેસિસ પોઈન્ટ્સ વધીને નાણાંકીય વર્ષ 2023ના 11 મહિનામાં 65.7% થયો હતો. 31 માર્ચ, 2023ના રોજ એસેટ અંડર મેનેજમેન્ટ વધીને રૂ. 2,511.91 અબજ થઈ હતી. નાણાંકીય વર્ષ 2023 માટે સોલ્વેન્સી રેશિયો 208.9% હતો, જે 150%ની ન્યૂનતમ નિયમનકારી જરૂરિયાત કરતાં પણ વધુ રહ્યો હતો.