IIFL ફાઇનાન્સ 9%ના NCD દ્વારા 1,000 કરોડ એકત્ર કરશે
અમદાવાદઃ નોન-બેંકિંગ ફાઇનાન્શિયલ કંપની IIFL ફાઇનાન્સ લિમિટેડ વ્યવસાયની વૃદ્ધિના ઉદ્દેશ માટે રૂ. 1,000 કરોડ સુધીનું ફંડ ઊભું કરવા 6 જાન્યુઆરી, 2023ના રોજ સિક્યોર્ડ નોન-કન્વર્ટિબ્લ ડિબેન્ચર્સ (NCD)નો પબ્લિક ઇશ્યૂ રજૂ કરશે. NCD 9 ટકા વ્યાજ ઓફર કરશે. ફેરફેક્સ-આધારિત IIFL ફાઇનાન્સ સીક્યોર્ડ રીડિમેબલ NCD ઇશ્યૂ કરશે, જે કુલ રૂ. 100 કરોડના હશે, જેમાં રૂ. 900 કરોડ સુધીનું ઓવર-સબસ્ક્રિપ્શન જાળવવાનો ગ્રીન-શૂ વિકલ્પ સામેલ છે (ઇશ્યૂની કુલ સાઇઝ રૂ. 1,000 કરોડ). IIFL NCD 60 મહિનાના ગાળા માટે દર વર્ષે 9 ટકા વળતર પૂરું પાડે છે. NCD 24 મહિના, 36 મહિના અને 60 મહિનાના ગાળા માટે ઉપલબ્ધ છે. વ્યાજની ચુકવણીની ફ્રીક્વન્સી માસિક, વાર્ષિક અને 60 મહિના માટે મેચ્યોરિટીના ધોરણે ઉપલબ્ધ છે, તો અન્ય ગાળાઓ માટે આ વાર્ષિક અને મેચ્યોરિટીના આધારે ઉપલબ્ધ છે. ક્રેડિટ રેટિંગ ક્રિસિલ દ્વારા AA/Stable અને ઇક્રા દ્વારા AA/Stable છે, જે સંકેત આપે છે કે, આ માધ્યમો નાણાકીય જવાબદારીઓ સમયસર અદા કરવા માટે ઊંચી સલામતી ધરાવે છે અને ધિરાણનું ઓછું જોખમ ધરાવે છે. IIFLના સીએફઓ કપિશ જૈને કહ્યું હતું કે, ભારતમાં 3,700થી વધારે શાખાઓ સાથે IIFL ફાઇનાન્સ ભારતમાં બેંકની સુવિધાથી વંચિત લોકો અને ઉદ્યોગોને નાની રકમની લોન પ્રદાન કરે છે. ઊભું કરવામાં આવેલું ફંડ આ પ્રકારના ગ્રાહકોની ધિરાણની વધારે જરૂરિયાતને પૂર્ણ કરવા માટે ઉપયોગ થશે.