એપ્રિલમાં નિકાસો 31 ટકા, આયાતો પણ 31 ટકા વધી
કોરોના ક્રાઇસિસ પછી દેશની ઇકોનોમિક તેમજ બિઝનેસ એક્ટિવિટીમાં સતત વૃદ્ધિ જોવા મળી રહી છે. તેની સાથે સાથે દેશની મર્ચન્ડાઈઝ નિકાસો સતત વધી રહી છે. પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ, ઈલેક્ટ્રોનિક ગુડ્સ, કેમિકલ્સ જેવા સેક્ટર્સના મજબૂત પર્ફોર્મન્સના પગલે એપ્રિલમાં નિકાસો 30.7 ટકા વધી 40.19 અબજ ડોલર થઈ છે. બીજી બાજુ આયાતો પણ 30.97 ટકા વૃદ્ધિ સાથે 60.3 અબજ ડોલર રહી છે. વેપાર ખાધ એપ્રિલ, 2021માં 15.29 અબજ ડોલર સામે વધી 20.11 અબજ ડોલર થઈ છે. ગત નાણાકીય વર્ષમાં રેકોર્ડ નિકાસો નોંધાયા બાદ એપ્રિલમાં પણ પોઝિટીવ ટ્રેન્ડ સાથે પ્રથમ વખત નિકાસ 40 અબજ ડોલર થઈ છે. એન્જિનિયરિંગ ગુડ્સની નિકાસો 15.38 ટકા વધી 9.2 અબજ ડોલર રહી છે. સર્વિસિઝ સેગમેન્ટમાં 27.60 અબજ ડોલરની નિકાસ થઈ છે. દેશની કુલ (મર્ચેન્ડાઈઝ+સર્વિસિઝ) નિકાસ 38.90 ટકા વધી રેકોર્ડ 67.90 અબજ ડોલર થઈ છે. જો કે, એપ્રિલમાં કુલ નિકાસના અંદાજ 75.87 અબજ ડોલર કરતાં ઓછી છે. નોન પેટ્રોલિયમ અને નોન-જેમ્સ અને જ્વેલરી નિકાસ 28.46 અબજ ડોલર (19.89 ટકા વૃદ્ધિ) રહી છે. જે ગતવર્ષે 23.74 અબજ ડોલર હતી. જ્યારે આયાતો 34.37 ટકા વધી 35.68 અબજ ડોલર નોંધાઈ છે.
સર્વિસિઝ નિકાસો એપ્રિલમાં 52.87 ટકા વધી 27.60 અબજ ડોલર નોંધાવાનો અંદાજ છે. જે ગતવર્ષે સમાનગાળામાં 18.06 અબજ ડોલર હતી. જ્યારે સર્વિસિઝ આયાતો 61.87 ટકા વધી 15.57 અબજ ડોલર (9.62 અબજ ડોલર) રહેવા સાથે સર્વિસિઝની વેપાર ખાધ 12.03 અબજ ડોલર નોંધાવાની સંભાવના છે.
વિવિધ કેટેગરીમાં નિકાસો
કેટેગરી | વૃદ્ધિ |
પેટ્રો. પ્રોડ. | 127.69 |
ઈલે. ગુડ્સ | 71.69 |
અનાજ | 60.83 |
કોફી | 59.83 |
પ્રોસેસ્ડ ફૂડ | 38.82 |