મુંબઈ, 3 ઓક્ટોબર: ઈન્ડેલ કોર્પોરેશન અને નોન-બેન્કિંગ ફાઈનાન્સ કંપની (NBFC)ની ફ્લેગશિપ કંપની ઈન્ડેલ મનીને ફોરેન એક્સચેન્જ બિઝનેસ શરૂ કરવા મંજૂરી મેળવી છે. તેને ફોરેન કરન્સી બેન્ક નોટ્સનું કન્વર્ઝન, ટ્રાવેલ મની કાર્ડ્સ, અને લાયસન્સ હેઠળ આઉટવર્ડ રેમિટન્સ પ્રક્રિયા સહિત ફોરેન એક્સચેન્જ બિઝનેસને રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI) તરફથી અધિકૃત ડીલર (AD-ઓથોરાઈઝ્ડ ડીલર) કેટેગરી-II લાયસન્સ પ્રાપ્ત થયું છે. આ લાયસન્સ આપવાનો ઉદ્દેશ્ય દેશમાં કરન્સી એક્સચેન્જની સુવિધાઓના નેટવર્કને વિસ્તૃત કરી બિન-નિવાસી ભારતીયો (NRI) સહિત પ્રવાસીઓ માટે સરળ વિદેશી વિનિમય રૂપાંતરણ (ફોરેન એક્સચેન્જ કન્વર્ઝન)ની સુવિધા પૂરી પાડવાનો છે.

આરબીઆઈ ફોરેન એક્સચેન્જ  મેનેજમેન્ટ એક્ટ(FEMA)ની કલમ 10(1) હેઠળ વિશિષ્ટ બિન-વેપાર સંબંધિત ચાલુ ખાતાના વ્યવહારો કરવા માટે એડી કેટેગરી-II તરીકે એન્ટિટી પસંદ કરવા માટે સત્તાવાર મંજૂરી આપે છે. જે આરબીઆઈ દ્વારા નક્કી કરવામાં આવેલી કોઈપણ અને તમામ પ્રવૃત્તિઓને ફુલ ફ્લેજ્ડ મની ચેન્જર્સ ( FFMC) તરીકે મંજૂરી આપે છે.

આ અંગે ઈન્ડેલ મનીના ઈડી અને સીઈઓ ઉમેશ મોહને જણાવ્યું હતું કે: ઈન્ડેલ મનીને આરબીઆઈ તરફથી ફોરેન એક્સચેન્જ બિઝનેસ કરવા માટે પ્રખ્યાત ઓથોરાઈઝ્ડ ડીલર કેટેગરી-II લાયસન્સ પ્રાપ્ત થયું છે. કંપનીની સફરમાં તે એક મહત્વપૂર્ણ સફળતા છે કારણ કે આ પ્રકારનું લાયસન્સ મેળવવા માટે અમે દેશમાં NBFC દ્વારા નોન-ડિપોઝીટ લેતી બીજી કંપની બન્યા છે. તે અમને ફોરેન એક્સચેન્જ સેવાઓના સેગમેન્ટમાં એક્સપ્લોર કરવાની સુવર્ણ તક આપે છે, જે ખાસ કરીને કોવિડ પછીના યુગમાં સતત નોંધપાત્ર વૃદ્ધિ નોંધાવી રહ્યું છે.”

AD કેટેગરી-II ફોરેન એક્સચેન્જ લાયન્સ સામાન્ય મની એક્સચેન્જ લાયસન્સ કરતાં ચડિયાતું છે કારણ કે તે મલ્ટી-કરન્સી ટ્રાવેલ મની કાર્ડ્સ અને વિદેશી કરન્સી બેન્કનોટમાં વ્યવહાર કરવા સિવાય બિન-વ્યાપારી ચાલુ ખાતાના ટ્રાન્જેક્શન માટે આઉટવર્ડ (આંતરરાષ્ટ્રીય) રેમિટન્સની સુવિધાઓ પ્રદાન કરે છે.