ફુગાવાના પ્રેશરથી પિડાતા દેશોના indexની સરખામણીમાં સેન્સેક્સ મજબૂત સ્થિતિમાં

અમદાવાદઃ શુક્રવારે આરબીઆઇએ વ્યાજદરમાં અડધો ટકો વધારો કર્યો તે પહેલાં બજાર ઘટવાની આશંકાના કારણે સામાન્ય રોકાણકારો વેલ્યૂ બાઇંગથી વંચિત રહ્યા અને શાણા સંસ્થાકીય રોકાણકારો તેજીનો ખેલો કરી ગયા. જોવાની ખૂબી એ છે કે શુક્રવારે આરબીઆઇનો વ્યાજ વધારો અને વૈશ્વિક શેરબજારોમાં ઘટાડાની આગેકૂચ છતાં સ્થાનિક શેરબજારોમાં રાહત રેલી ઓવર બોટ કન્ડિશનનું પરીણામ હોવાનું બજાર પડિંતો અને એનાલિસ્ટ્સ માની રહ્યા છે.

ભારતીય શેરબજારો ઉપરથી ધીરે ધીરે વૈશ્વિક શેરબજારોની પ્રભાવિતા ઓસરી રહી હોવાના પુરાવા રૂપે જોઇએ તો,

  • શુક્રવારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની રૂ. 3245.45 કરોડની નેટ લેવાલી, FIIની રૂ. 1565.31 કરોડની નેટ વેચવાલીને ઘોળીને પી ગઇ.
  • જેના કારણે સેન્સેક્સે હજાર પ્લસ પોઇન્ટ્સની ચિત્તા છલાંગમાં આઉટ ડે બાર બનાવી 57426.92 (+1.80%) પોઇન્ટ ઉપર બંધ રહ્યો છે. રિઝર્વ બેન્કે અડધો ટકો વ્યાજ વધાર્યા પછી પણ ભારતીય શેરબજારોમાં બાઉન્સ બેકની સ્થિત જોવામળી છે.
  • દૈનિક ધોરણે NSEના 3 index 3 ટકાથી વધુ , 8 index 2થી 3 ટકા, 34 index 1થી 2 ટકા અને 18 index 0 થી 1 ટકા ના પ્રમાણમાં સુધર્યા. સામે ઘટાડો નોંધાવનાર તો માત્ર 7 index હતા.
  • શુક્રવારે ડૉ જૉન્સ 1.71 ટકા, નાસદાક 1.51 ટકા, એસએન્ડપી-500 1.51 ટકા અને રસેલ-2000 ઇન્ડેક્સ 0.80 ટકા ઘટ્યા હતા.

વૈશ્વિક આંકોની સરખામણીમાં 200 day averageથી કેટલા ઊંચા-નીચા છે એ માપદંડના આધારે આપણા આંકો ક્યાં છે એ બાબત પણ ઇશારો કરે છે ભારતીય અર્થતંત્ર અને ભારતીય શેરબજારો વૈશ્વિક ઇકોનોમિ અને ઇક્વિટી માર્કેટ્સથી અલગ ચાલ દર્શાવી શકે છે.

દેશફુગાવો (%)
આર્જેન્ટીના78.5
તૂર્કી80
શ્રીલંકા64
વેનેઝુએલા1198
સુદાન340
લેબેનોન201
સિરીયા139

આર્જેન્ટિનમાં ફુગાવો વર્ષના અંત સુધીમાં એ 95થી 100 ટકાએ પહોંચે તેવી દહેશત છે. તુર્કી અને શ્રીલંકાના દેશોનો અંદાજ એક ઉક્તિ અનુસાર જેમ ફુગાવો વધે એમ શેર બજારોમાં તેજી પણ આગળ વધે!ને અમુક અંશે સાચી ઠેરવે છે.

ફુગાવાથી પિડાતા દેશોની સરખામણીમાં સેન્સેક્સ સવાયો

ફુગાવાના પ્રેશરથી પિડાતા દેશોના index એમની એવરેજથી 1થી2 ટકા ઉપર છે. તેની સામે સેન્સેક્સ 0.29 ટકા, નિફ્ટી 0.09 ટકા અને બેન્ક નિફ્ટી 4.02 ટકા ઉપર છે. જોકે NSEના ઓટો index  7.33% , કંઝંમ્પ્શન index 8.26%, પીએસયુ 8.49% અને પ્રાઇવેટ બેન્ક index 5.22% ઉપર છે, તે જોતાં ઇન્વેસ્ટમેન્ટ થીમ બેંકીંગ, કંઝંમ્પ્શન, પીએસયુ તથા અન્ય સિલેક્ટેડ હોવું જોઇએ એવું તારણ નિકળે છે.

પોઝિટિવ ટ્રેન્ડની શક્યતા ધરાવતા સેક્ટર્સ-શેર્સ એક નજરે

SECTORSTOCKS
BANKING STOCKSFEDRAL, IDFC FIRST, BOB, INDUSIND
PSU STOCKSHINDUSTAN ARO., CONTAINER CORP.
INDIA CONSUMPTIONBHARTI AIR, TITAN, EICHER MOTORS
AUTO STOCKSTVS MOTORS, TUBE INVESTMENTS

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)