અમદાવાદ, 31 ઓક્ટોબર: ફાર્મા ઇન્ટરમિડિએટ્સ અને એપીઆઈ, આયોડિન ડેરિવેટિવ્ઝના ઉત્પાદનમાં રોકાયેલ ઇન્ફિનિયમ ફાર્માકેમ લિમિટેડે સપ્ટેમ્બર 2023ના રોજ પૂરા થયેલા નાણાંકીય વર્ષ 2024ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળા માટે સ્ટેન્ડઅલોન ધોરણે ચોખ્ખો નફો 22.7 ટકા વૃદ્ધિ સાથે રૂ. 6.13 (રૂ. 4.99 કરોડ) નોંધાવ્યો છે. ઓપરેશન્સમાંથી આવક રૂ. 50.85 કરોડ નોંધાઈ હતી. નાણાંકીય વર્ષ 2024ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળા દરમિયાન કર પૂર્વેનો નફો 22.3% વધીને રૂ. 8.17 કરોડ થયો હતો, જ્યારે નાણાંકીય વર્ષ 2023ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળા માટે રૂ. 6.68 કરોડનો કર પહેલાંનો નફો હતો. નાણાંકીય વર્ષ 2024ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળા માટે ઇપીએસ રૂ. 4.41 પ્રતિ શેર નોંધાઈ હતી. 30 ઓક્ટોબર 2023થી, કંપનીના શેરમાં રોકાણ માટે લોટ સાઈઝ હાલમાં 2,000થી સુધારીને 500 કરવામાં આવી છે. આ પગલાથી કંપનીમાં રોકાણકારોની વધુ અને સારી ભાગીદારી થશે.

ParticularsH124H123YOYFY23
Revenue50.958.2-12.6%101.3
PBT8.26.722.3%12.3
Net Profit6.134.9922.7%9.2
આંકડા રૂ. કરોડ

કંપનીએ 1:1 બોનસ ઇશ્યૂને મંજૂરી આપી છે. કંપનીએ 13 સપ્ટેમ્બર 2023ની રેકોર્ડ તારીખે સભ્યોને સંપૂર્ણ ચૂકવેલ બોનસ ઇક્વિટી શેર તરીકે રૂ. 10 ફેસ વેલ્યુના 69.58 લાખ ઇક્વિટી શેરની ફાળવણીને મંજૂરી આપી હતી. પરિણામે કંપનીની પેઇડ-અપ ઇક્વિટી શેર મૂડી વધીને દરેક રૂ. 10ના 1.39 કરોડ ઇક્વિટી શેર મૂડી સાથે રૂ. 13.91 કરોડ થઈ છે. બોર્ડે અધિકૃત મૂડીમાં રૂ. 10 કરોડથી વધારીને રૂ. 25 કરોડ કરવાની પણ વિચારણા કરી અને મંજૂરી આપી છે.

વર્ષ 2003માં સ્થપાયેલ, ઇન્ફિનિયમ ફાર્માકેમ લિમિટેડ ઉચ્ચ ગુણવત્તાવાળા આયોડિન ડેરિવેટિવ્ઝ અને એપીઆઈનું ઉત્પાદન અને સપ્લાય કરે છે. 2015માં, ઇન્ફિનિયમે એપીઆઈ ઉત્પાદન માટે એફડીએની મંજૂરી મેળવી હતી. કંપની ફાર્માસ્યુટિકલ, એગ્રોકેમિકલ, ન્યુટ્રાસ્યુટીકલ, સ્પેશિયાલિટી કેમિકલ વગેરે માટે આરએન્ડડીથી લઈને વ્યાપારી વેચાણ માટે CRAMS તરીકે કામ કરે છે. ઇન્ફિનિયમ ભારતમાં આયોડિન ડેરિવેટિવ્ઝની વિશાળ શ્રેણી પૂરી પાડતી ટોચની 5 કંપનીઓમાં છે, જેમાં 200 કરતાં વધુ ઇન્ટરમીડિયેટ્સ અને 7થી વધુ એપીઆઈ છે. તેની તમામ પ્રોડક્ટ્સ પડકારજનક માંગણીઓ, શ્રેષ્ઠ ગુણવત્તા, પ્રદર્શન અને સમગ્ર ઉદ્યોગોમાં અન્ય વિવિધ વ્યાવસાયિક જરૂરિયાતોને પહોંચી વળવા માટે વિકસાવવામાં આવી છે.

કંપની 20થી વધુ દેશોમાં કરે છે નિકાસ

કંપનીનો મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ ભારતના ગુજરાત રાજ્યમાં આણંદ જિલ્લા ખાતે જીઆઈડીસી સોજિત્રામાં છે. કંપનીને વર્ષ 2017 માં ISO 9001-2015 તરીકે પ્રમાણિત કરવામાં આવી છે. તેની પ્રોડક્ટ્સ વૈશ્વિક સ્તરે સિન્જેન ઇન્ટરનેશનલ, ડો. રેડ્ડીસ લેબ, ગ્લેનમાર્ક, સન ફાર્મા, સાઇ લાઇફ સાયન્સિસ જેવા 250થી વધુ ક્લાયન્ટ્સ સુધી પહોંચે છે. તે યુએસ, યુકે, ચીન, ઇટાલી, જાપાન વગેરે જેવા 20થી વધુ દેશોમાં નિકાસ કરે છે.