• મહિલાઓના આરોગ્ય અને માતૃત્વ સંબંધિત ચિંતાઓને સંબોધવા ખાસ ડિઝાઇન કરાઇ
  • તેમાં સ્ટાર મધર કવર અને આસિસ્ટેડ રિપ્રોડક્શન ટ્રીટમેન્ટ જેવા લાભો સામેલ
  • ફેમિલિ ફ્લોટર વિકલ્પ જીવનસાથી અને ત્રણ બાળકો સુધી કવચ ઓફર કરે છે

હેલ્થ ઇન્સ્યોરન્સ કંપની સ્ટાર હેલ્થ એન્ડ એલાઇડ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે સ્ટાર વુમન કેર ઇન્સ્યોરન્સ પોલીસી લોંચ કરવાની જાહેરાત કરી છે, જે મહિલાઓની જીવનના દરેક તબક્કે હેલ્થકેર જરૂરિયાતોને સુરક્ષિત માટે વિશેષ પ્રકારે ડિઝાઇન કરાયેલું મહિલા કેન્દ્રિત વ્યાપક હેલ્થ કવર છે.

સ્ટાર વુમન કેર ઇન્સ્યોરન્સ પોલીસી 18 વર્ષથી 75 વર્ષ સુધીની તમામ મહિલાઓ માટે વ્યક્તિગત પોલીસી અને ફ્લોટર પોલીસી તરીકે ઉપલબ્ધ છે. આ પોલીસી મેળવવા મહિલાઓએ કોઇપણ પ્રકારના પ્રીમેડિકલ ટેસ્ટ કરાવવાના રહેશે નહીં. ગ્રાહકો પ્રીમિયમ દ્વારા પોલીસી ખરીદી શકે છે, જે ત્રિમાસિક અથવા અર્ધવાર્ષિક હપ્તામાં ચૂકવી શકાય છે કારણકે આ પોલીસી 1 વર્ષ, 2 વર્ષ અથવા 3 વર્ષની અવધિ માટે પણ લઇ શકાય છે.

નિયમિત હોસ્પિટલાઇઝેશન ઉપરાંત સ્ટાર વુમન કેર ઇન્સ્યોરન્સ પોલીસી આસિસ્ટેડ રિપ્રોડક્શન ટ્રીટમેન્ટ, ડિલિવરી (પ્રી અને પોસ્ટ-નેટલ કવર), બહુવિધ તબીબી પરામર્શ, પ્રિવેન્ટિવ હેલ્થ ચેકઅપ્સ, સ્વૈચ્છિક નસબંધી તથા બાળકોના હોસ્પિટલાઇઝેસન ઉપર પણ કવચ પ્રદાન કરે છે.

આ પોલીસી દ્વારા માતાઓ નવજાત શીશુ-બાળકને હેલ્થ કવર પ્રદાન કરી શકે છે. આ પોલીસી હેઠળ નવજાત બાળક પ્રથમ દિવસથી વીમા રકમમાં 25 ટકા તથા ત્યારપછીના વર્ષથી 100 ટકા વીમા રકમનું હેલ્થ કવર મેળવે છે. પોલીસીનું સ્ટાર મધર કવર ફીચર વીમા કવચ ધરાવતી માતાના હોસ્પિટલ રૂમના ભાડાને આવરી લે છે, જો વીમા કવચ ધરાવતા બાળક 12 વર્ષથી ઓછી હોય અને આઇસીયુમાં દાખલ કરવામાં આવ્યાં હોય.

સ્ટાર વુમન કેર પોલિસી સ્વતંત્ર અને વ્યાપક પોલિસી

“સ્ટાર હેલ્થ ઇન્સ્યોરન્સ ખાતે અમે મહિલાઓને ઉચ્ચ સ્તરીય સુરક્ષા અને સહયોગ પ્રદાન કરવાનો પ્રયાસ કરીએ છીએ. સ્ટાર વુમન કેર ઇન્સ્યોરન્સ પોલીસી એક સ્વતંત્ર અને વ્યાપક પોલીસી છે, જે મહિલાઓને પોતાના આરોગ્ય વીમાની જરૂરિયાતો સંભાળવામાં મદદરૂપ બને છે. આ પોલીસી મહિલાઓની તેમના જીવનના દરેક તબક્કે જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે કસ્ટમાઇઝ કરવામાં આવી છે, જેથી તેમણે તબીબી ખર્ચમાં વધારાની નાણાકીય ચિંતાઓ કરવાની જરૂર રહેતી નથી.”સ્ટાર હેલ્થ એન્ડ એલાઇડ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડના મેનેજિંગ ડાયરેક્ટર આનંદ રોય

આ પોલીસી સંખ્યાબંધ ખાસ વિશેષતાઓ જેમકે પ્રી-એક્સેપ્ટન્સ મેડિકલ સ્ક્રિનિંગ, મીડટર્મ ઇન્ક્લુઝન, પ્રેગનેન્સી, રિપ્રોડક્શન, પ્રેગનેન્સી કેર ટ્રીટમેન્ટ, ઇન-યુરેરો ફેટલ સર્જરી, નવજાત બાળકના હોસ્પિટલાઇઝેશન ખર્ચ, રસીકરણ, પીડિયાટ્રિશિયન-તબબી પરામર્શ, પ્રિવેન્ટિવ હેલ્થ ચેક-અપ સહિતના ઉપલબ્ધ છે.

આજે મહિલાઓ પુરુષોની સમકક્ષ હોવાની સાથે-સાથે ઘણી જવાબદારી ધરાવે છે. પરિવારના ભરણપોષણમાં તેમનું અમૂલ્ય યોગદાન છે. આ બાબતને લક્ષ્યમાં રાખતાં અમે આ પોલીસીમાં ચાઇલ્ડ કેર અને ફેમિલિ પ્રોટેક્શન સામેલ રાખ્યું છે, જેથી મહિલાઓ તેમના પરિવારોમાં કોઇપણ મેડિકલ ઇમર્જન્સી માટે સજ્જ રહે.

સ્ટાર વુમન કેર ઇન્સ્યોરન્સ પોલીસીની મુખ્ય વિશેષતાઓઃ

  • વીમા રકમ રૂ. 1,00,00,000 સુધી ઉપલબ્ધ છે, ગ્રાહક રૂ. 5,00,000, રૂ. 10,00,000, રૂ. 15,00,000, રૂ. 20,00,000, રૂ. 25,00,000 અથવા રૂ. 50,00,000ની વીમા રકમ પસંદ કરી શકે છે.
  • પોલીસીનો પ્રકાર – વ્યક્તિગત વીમા રકમ 18થી 75 વર્ષની ઉંમરની મહિલાઓ માટે જ
  • ફ્લોટર વીમા રકમ – 18થી 75 વર્ષની ઉંમરના પુખ્તવયનો લોકો સાથે તેમના પરિવારમાં ઓછામાં ઓછી એક મહિલા સાથે જીવનસાથી અથવા આશ્રિત બાળક
  • કવરેજ – ઇન-પેશન્ટ હોસ્પિટલાઇઝેશન, ડિલિવરી, ડે કેર ટ્રીટમેન્ટ, રોડ એમ્બ્યુલન્સ, એર એમ્બ્યુલન્સ, ઓર્ગન ડોનર ખર્ચ અને પ્રી અને પોસ્ટ હોસ્પિટલાઇઝેશન ખર્ચ.
  • વધારાના લાભોમાં આયુષ સારવાર, રિહેબિલિટેશન અને પેઇન મેનેજમેન્ટ, એન્ટે-નેટલ કેર (પ્રેગનેન્સી કેર), ઇન યુટેરો ફેટલ સર્જરી-રિપેર, બેરિયાટ્રિક સર્જરી, ઓપ્શનલ કવર (કેન્સરના નિદાન ઉપર ઉચ્ચક રકમ), મોર્ડન ટ્રીટમેન્ટ્સ માટે કવરેજ, મેડિકલ અને ટેલી-હેલ્થ કન્સલ્ટન્ટ્સ.
  • પહેલા દિવસથી જ આઉટપેશન્ટ મેડિકલ ખર્ચ ઉપર કવર.
  • વીમા રકમના આંશિક અથવા સંપૂર્ણ ઉપયોગ ઉપર 100 ટકા સાથે બેઝિક વીમા રકમનું આપમેળે રિસ્ટોરેશન
  • ઓનલાઇન ખરીદી ઉપર ડિસ્કાઉન્ટ – www.starhealth.in ઉપર ઓનલાઇન પોલીસી ખરીદવા ઉપર વીમા ધારક 5 ટકા ડિસ્કાઉન્ટ. આ ડિસ્કાઉન્ટ પ્રથમ ખરીદી અથવા પોલીસીના ઓનલાઇન રિન્યૂઅલ ઉપર ઉપલબ્ધ છે.

પોલીસીના લાભો નીચે મૂજબ છેઃ

  • પોલીસીના દરેક વર્ષ માટે હેલ્થ ચેક-અપનો લાભ
  • નવજાત બાળકની સારવાર માટે હોસ્પિટલાઇઝેશન ખર્ચ
  • પ્રત્યેક ક્લેમ વિનાના વર્ષ માટે સમાપ્ત થતી વીમા રકમના 20 ટકા સંચિત બોનસ, જે બેઝિક વીમા રકમના મહત્તમ 100 ટકા સુધી
  • સ્ટાર મધર કવર 12 વર્ષથી નીચેના વીમા કવચ ધરાવતા બાળક સાથે માતાના રૂમનું ભાડુ (સમાન હોસ્પિટલમાં તેમના બાળક સાથે રહેવા ઉપર) અને આઇસીયુમાં હોસ્પિટલાઇઝેશન
  • આસિસ્ટેડ રિપ્રોડક્શન ટ્રીટમેન્ટ સબ-ફર્ટિલિટી ટ્રીટમેન્ટ જેમકે આઇવીએફ સામેલ છે, જેની નિર્ધારિત મર્યાદા રહેશે
  • રિહેબિલિટેશન અને પેઇન મેનેજમેન્ટ વીમા રકમની સબ-લિમિટ અથવા 10 ટકા કવર કરે છે
  • ડિલિવરી ખર્ચમાં નિર્ધારિત મર્યાદા સુધી આજીવન 2 ડિલિવરી સુધઈ સી-સેક્શન સામેલ
  • નવજાત બાળક માટે હોસ્પિટલાઇઝેશન ખર્ચમાં મેડિકલ અને સર્જિકલ ટ્રીટમેન્ટ, 12 મહિના સુધી રસીકરણ, મેટાબોલિક સ્ક્રિનિંગ અને પિડિયાટ્રિશિયન કન્સલ્ટેશન (4 કન્સલ્ટેશન સુધી) સામેલ છે
  • સ્ટાર વેલનેસ પ્રોગ્રામ હેઠળ વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા પ્રોત્સાહનો અને વળતર. વીમા કવચ ધરાવતી વ્યક્તિ પ્રીમિયમમાં ડિસ્કાઉન્ટ મેળવવા વેલનેસ રિવોર્ડ પોઇન્ટ્સ પ્રાપ્ત કરી શકે છે