Mainboard IPO Calendar at a Glance

CompanyOpenClosePrice(Rs)LotExch
BalajiSp.Aug18Aug22  BSE,NSE
TVSSupp.Aug10Aug14  BSE,NSE
ConcordAug4Aug8705-74120BSE,NSE
SBFCFin.Aug3Aug757260BSE,NSE

અમદાવાદ, 6 ઓગસ્ટઃ પ્રાઇમરી માર્કેટમાં પ્રવેશેલા SBFC ફાઇનાન્સ અને કોનકોર્ડ બાયોટેકના IPOમાં રિટેલ સહિત તમામ રોકાણકાર વર્ગનો ભારે ક્રેઝ રહ્યો હતો. આગામી સપ્તાહે મેઇનબોર્ડમાં TVS સપ્લાય ચેઇનનો આઇપીઓ આવી રહ્યો છે. તા.7 ઓગસ્ટના રોજ યથાર્થ હોસ્પિટલનો IPO લિસ્ટેડ થઇ રહ્યો છે. ગત સપ્તાહે લિસ્ટેડ થયેલા એસએમઇ આઇપીઓ શ્રી ટેકટેક્સમાં 40 ટકા આસપાસ પ્રિમિયમથી રોકાણકારોનો પ્રવાહ એસએમઇ આઇપીઓ તરફ ખેંચાઇ રહ્યો છે. ઓગસ્ટ માસ દરમિયાન વર્તમાન તેમજ સંભવિત આઇપીઓ મારફત 10 કંપનીઓ રૂ. 8000 કરોડ એકત્ર કરવાની દરખાસ્ત ધરાવે છે.

Mainboard  જુલાઇ  લિસ્ટેડ IPO performance at a Glance

CompanyIssue PriceLast PriceProfit/Loss
Netweb Tech.500893.278.64%
Utkarsh SF Bank2550.69102.76%
Senco Gold317393.824.23%
Cyient DLM265504.790.45%
ideaForge6721105.9564.58%

એસએમઇ પ્લેટફોર્મ પર શ્રીવરી સ્પાઇસિસનો IPO

SME IPO Canlendar at a Glance

CompanyOpenClosePrice
(Rs)
LotExch
Srivari
Spice
Aug7Aug940/
42
3,000NSE SME
Yudiz SoluAug4Aug8162/
165
800NSE SME

એસએમઇ પ્લેટફોર્મ ઉપર હજી સુધી કોઇ મોટી જાહેરાત થઇ નથી. શ્રીવરી સ્પાઇસીસ તા. 7 ઓગસ્ટના રોજ ખૂલી રહ્યો છે. કંપની શેરદીઠ રૂ. 40-42ની પ્રાઇસબેન્ડ સાથે ઇશ્યૂ યોજવા જઇ રહી છે. પરંતુ તા. 4 ઓગસ્ટના રોજ ખુલેલા યુડીઝના આઇપીઓમાં રોકાણકારોનો ઉત્સાહ થોડો ધીમો જોવા મળ્યો હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. આગામી સપ્તાહે રાઇટ્સ ઇશ્યૂ કોર્નરમાં પણ Vaxtex Cotfab, પરફેક્ટ ઇન્ફ્રા અને પિરામલ ફાર્મા રાઇટ્સ ઇશ્યૂ લઇને આવી રહ્યા છે.

જુલાઇ લિસ્ટેડ SME IPO performance at a glance

CompanyIssue Pricelast PriceProfit/Loss
Shri Techtex6185.239.67%
 Innovatus5048.96-2.08%
Yasons Chemex4035.25-11.88%
Service Care6763.75-4.85%
Asarfi Hospital52122.85136.25%
Drone Destination65144.8122.77%
AccelerateBS90131.846.44%
Kaka Industries58168.95191.29%
Alphalogic Ind.9612732.29%
Tridhya Tech4242.350.83%
Synoptics Tech.237166.25-29.85%
Global Pet Ind496838.78%
Pentagon Rubber70116.0565.79%
Magson Retail6585.0530.85%
Essen Speciality107138.529.44%
Greenchef Appliances87104.219.77%
Veefin Solutions82138.769.15%

Rights Issue Calendar at a Glance

CompanyOpenCloseRecord Dateprice (Share)Size (Rs Cr)Rights Ratio
Perfect InfraAug 14Aug 24Aug 11811.5858:100
Vaxtex CotfabAug 07Aug 18Jul 2428.711:2
Piramal PharmaAug 08Aug 17Aug 28110505:46

શ્રી ટેકટેક્સ લિમિટેડે 40 ટકા પ્રીમિયમ સાથે લિસ્ટેડ

અમદાવાદ સ્થિત ટેક્નિકલ ટેક્સટાઇલના અગ્રણી ઉત્પાદક અને નિકાસકર્તા શ્રી ટેકટેક્સ લિમિટેડે એનએસઇના એસએમઇ ઇમર્જ પ્લેટફોર્મ ખાતે રૂ. 61ની ઇશ્યૂ પ્રાઇસની તુલનામાં લગભગ 40 ટકા ઉપર પ્રતિશેર રૂ. 85.20ના સ્તરે લિસ્ટિંગ નોંધાવ્યું છે. કંપનીનો શેર 33 ટકા પ્રીમિયમ સાથે રૂ. 81.15ના ભાવે ખૂલ્યો હતો. ઇન્ટ્રા-ડે ટ્રેડમાં શેર રૂ. 77.20ના નીચા સ્તરે સ્પર્શ્યાં બાદ રિબાઉન્ડિંગ થયો હતો તથા રૂ. 85.20ની ઇન્ટ્રા-ડે ટોચ ઉપર બંધ આવ્યો હતો. કંપનીનો આઇપીઓ રૂ 144.23 ગણો છલકાયો હતો. આઇપીઓમાંથી પ્રાપ્ત ભંડોળનો ઉપયોગ મેન્યુફેક્ચરિંગ સાઇટના નિર્માણ, મશીનરીની પ્રાપ્તિ તથા કાર્યકારી મૂડી સહિતના ખર્ચ માટે કરાશે. ઇશ્યૂના બુક રનિંગ લીડ મેનેજર બીલાઇન કેપિટલ એડવાઇઝર્સ પ્રાઇવેટ લિમિટેડ હતાં, જ્યારે કે લિંક ઇનટાઇમ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ ઇશ્યૂના રજીસ્ટ્રાર હતાં. બીલાઇન એડવાઇઝર્સ માટે રાજ્યની આ 26મી કંપની છે.

ઓગસ્ટમાં 10 કંપનીઓના સંભવિત IPO રૂ. 8000 કરોડ એકત્ર કરશે

કંપનીરૂ. કરોડ
Aeroflex Industries350 કરોડ
બાલાજી સ્પેશિયાલિટી કેમિકલ્સ500 કરોડ
કોનકોર્ડ બાયોટેક1551 કરોડ (ખુલ્લો છે)
ઈનોવા કેપ્ટાબ900 કરોડ
જ્યુપિટર લાઈફ લાઈન હોસ્પિટલ્સ1200 કરોડ
રિષભ ઇન્સ્ટ્રુમેન્ટ્સ500 કરોડ
SBFC ફાયનાન્સ 
TVS સપ્લાય ચેઇન 
વિષ્ણુ પ્રકાશ આર પુંગલિયા300 કરોડ
યાત્રા700 કરોડ