આઈપીઓ લિસ્ટિંગ

ઈશ્યૂ પ્રાઈસ55
લિસ્ટિંગ103.90
મહત્તમ રિટર્ન98.35 ટકા
ગ્રે પ્રીમિયમ118 ટકા

અમદાવાદ, 26 ડિસેમ્બરઃ મોતિસન્સ જ્વેલર્સનો આઈપીઓ રોકાણકારો અને ગ્રે માર્કેટની અપેક્ષા પર ખરો ઉતર્યો છે. જેણે બીએસઈ ખાતે આજે રૂ. 55ની ઈશ્યૂ પ્રાઈસ સામે 88.90 ટકા પ્રીમિયમે 103.90ના સ્તરે લિસ્ટિંગ કરાવ્યું છે. જે બાદમાં 98.35 ટકા ઉછળી 109.09ની સર્વોચ્ચ ટોચે પહોંચ્યો હતો. નીચામાં 99.01 થયો હતો. 10.56 વાગ્યે 81.27 ટકા પ્રીમિયમે 99.70 પર ટ્રેડ થઈ રહ્યો હતો.

ગ્રે માર્કેટમાં મોતિસન્સ જ્વેલર્સના આઈપીઓ માટે અગાઉ 88 ટકા પ્રીમિયમ બોલાઈ રહ્યા હતાં. બાદમાં તે વધી ગઈકાલે 118 ટકા (રૂ. 65) થયા હતાં. Motisons Jewellers IPO પ્રાઈમરી માર્કેટમાં ઘણો ચર્ચિત આઈપીઓ હતો. જે કુલ 173.23 ગણો ભરાયો હતો. જેમાં એનઆઈઆઈએ 311.99 ગણા બીડ ભર્યા હતા. ક્યુઆઈબી પોર્શન 135.01 ગણો અને રિટેલ 135.60 ગણો ભરાયો હતો.

રોકાણ માટે ટીપ્સઃ વર્તમાન વોલેટાઈલ માર્કેટમાં રોકાણકારોને પ્રોફિટ બુક કરવા સલાહ છે. જ્યારે લોંગ ટર્મ પોઝિશન માટે નીચા સ્તરે ખરીદી કરી શકાય. મર્યાદિત વિસ્તારમાં બિઝનેસ ધરાવે છે. જો કે, માર્કેટમાં સ્પર્ધા વધુ છે.

મોતિસન્સ જ્વેલર્સે રૂ. 151.09 કરોડનું ફંડ આઈપીઓ હેઠળ એકત્રિત કર્યું છે. કંપની 1997થી સોના, હીરા-ઝવેરાત અને કુંદનના ઘરેણાં વેચે છે. તદુપરાંત ચાંદી, પ્લેટિનમ સહિત અન્ય કીમતી ધાતુનો બિઝનેસ પણ ધરાવે છે. કંપનીનું કુલ દેવુ રૂ. 166.03 કરોડ છે. જેની આંશિક કે સંપૂર્ણ ચૂકવણી આ ફંડમાંથી કરવામાં આવશે. પીઈ રેશિયો 17.59 અને શેરદીઠ કમાણી 3.42 રૂપિયા છે.