બિઝનેસ ગુજરાત. અમદાવાદ

સેકેન્ડરી માર્કેટમાં વોલેટિલિટી વધતાં મે માસમાં એથરનો IPO સફળ રહ્યો હોવા છતાં પ્રાઈમરી માર્કેટમાં કોઈ હલચલ જોવા મળી ન હતી. અઢી માસ બાદ શુષ્ક માહોલ રહ્યા બાદ પ્રાઈમરી માર્કેટમાં સિરમા એસજીએસ ટેક્નોલોજી IPO લાવી રહી છે. સિરમા એસજીએસ ટેક્નોલોજીસ 12 ઓગસ્ટે શુક્રવારે IPO લાવી રહી છે. કંપની રૂ. 209-220ની પ્રાઈસ બેન્ડ સાથે બજારમાંથી રૂ. 840 કરોડ એકત્ર કરવાની યોજના ધરાવે છે. જેમાં ફ્રેશ ઈશ્યૂ મારફત રૂ. 766 કરોડ અને ઓફર ફોર સેલ અંતર્ગત 33.69 લાખ શેર્સ વેચશે. સિરમા એસજીએસના IPO સાથે પ્રાઈમરી માર્કેટ અઢી માસ બાદ ફરી જીવંત થયુ છે.

કંપની વિશે

ચેન્નઈ સ્થિત સિરમા એસજીએસ ઈલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ સર્વિસિઝ આપતી એન્જિનિયરિંગ એન્ડ ડિઝાઈનિંગ કંપની છે. ચેન્નઈ, ગુરગ્રામ, અને જર્મનીમાં આરએન્ડડી ફેસિલિટી ધરાવે છે.

કંપનીની નાણાકીય સ્થિતિ

છેલ્લા 3 વર્ષમાં કંપનીનો ચોખ્ખો નફો વોલેટાઈલ રહ્યો છે. 2018-19માં 20.97 કરોડ, 2019-20માં 43.88 કરોડ અને 2020-21માં 28.62 કરોડ નોંધાયો હતો. જો કે, આવકો સતત વધી છે.

પ્રિ-IPO દ્વારા 110 કરોડ એકત્ર કર્યા

કંપનીએ પ્રિ-IPO પ્લેસમેન્ટ અંતર્ગત 37.93 લાખ શેર્સ વેચી રૂ. 110 કરોડ એકત્ર કર્યા છે. જેની શેરદીઠ ઈશ્યૂ પ્રાઈઝ વર્તમાન ઈશ્યૂ પ્રાઈઝ 220 કરતાં 32 ટકા પ્રિમિયમે રૂ. 290 હતી.

IPO એટ અ ગ્લાન્સ

ઈશ્યુ સાઈઝ840 કરોડ
પ્રાઈસ બેન્ડ209-220
માર્કેટ લોટ68 શેર્સ
તારીખ12-18 ઓગસ્ટ
એલોટમેન્ટ23 ઓગસ્ટ
લિસ્ટિંગ26 ઓગસ્ટ

 ગ્રે માર્કેટમાં રૂ. 20થી 30 પ્રિમિયમ

સિરમા એસજીએસની ઈશ્યૂ પ્રાઈઝ રૂ. 220 સામે ગ્રે માર્કેટમાં રૂ. 20થી 30 પ્રિમિયમ બોલાઈ રહ્યા છે. લિસ્ટિંગ ગેઈન 10 ટકા રહેવાના અહેવાલો ગ્રે માર્કેટમાંથી મળ્યા છે.

અપકમિંગ IPO

ગો એરલાઈન્સ (રૂ. 3600 કરોડ), મોબિક્વિક (1900 કરોડ), ઈક્સિગો (રૂ. 1600 કરોડ), સ્ટરલાઈટ પાવર (રૂ. 1250 કરોડ), ફાર્મઈઝી (રૂ. 6250 કરોડ), વીએલસીસી (રૂ. 300 કરોડ), તમિલનાડ મર્કેન્ટાઈલ બેન્ક (રૂ. 100 કરોડ), સ્ટ્ડ્સ એસેસરીઝ (રૂ. 450 કરોડ)