IPO: Bharti Hexaconનો આઈપીઓ બીજા દિવસે અત્યારસુધીમાં 56 ટકા જ ભરાયો, ગ્રે માર્કેટમાં પ્રીમિયમ વધ્યા
અમદાવાદ, 4 એપ્રિલઃ ભારતી હેક્સાકોનનો આઈપીઓ પ્રત્યે રોકાણકારોનો ઉત્સાહ આજે બીજા દિવસે પણ શુષ્ક જોવા મળ્યો છે. બપોરે 2 વાગ્યા સુધીમાં ભારતી હેક્સાકોનનો આઈપીઓ ઈશ્યૂ કુલ 56 ટકા જ ભરાયો છે. જેમાં રિટેલ રોકાણકારોએ 88 ટકા, એનઆઈઆઈએ 87 ટકા અને ક્યુઆઈબીએ 29 ટકા અરજી કરી છે.
બીજી બાજુ ગ્રે માર્કેટમાં ભારતી હેક્સાકોનની માગ વધી છે. ગઈકાલે રૂ. 50 પ્રીમિયમ બોલાઈ રહ્યું હતું, જે આજે વધી રૂ. 64 થયુ છે. કંપની રૂ. 542-570ની પ્રાઈસ બેન્ડ પર રૂ. 4275 કરોડનું ફંડ એકત્ર કરવા માગે છે. ઈશ્યૂ આવતીકાલે બંધ થશે. જેના શેર એલોટમેન્ટ 8 એપ્રિલે અને લિસ્ટિંગ 12 એપ્રિલે થશે.
બજાર નિરીક્ષકોએ જણાવ્યું હતું કે ભારતી હેક્સાકોમ આઈપીઓના ગ્રે પ્રીમિયમ વધ્યા છે. પરંતુ આ સપ્તાહે શુક્રવારે અપેક્ષિત આરબીઆઈ એમપીસીની બેઠકના પરિણામ પહેલા બજાર રેન્જ-બાઉન્ડ ટ્રેડિંગ કરી રહ્યું છે. તેઓએ જણાવ્યું હતું કે સેકન્ડરી માર્કેટ પર રેન્જ-બાઉન્ડ અને સબસ્ક્રિપ્શનના પ્રથમ દિવસે પબ્લિક ઈશ્યુને અપૂરતો પ્રતિસાદ ગ્રે માર્કેટ સેન્ટિમેન્ટ માટે સંભવિત કારણ હોઈ શકે છે.
Bharti Hexacom IPO એ એન્કર રોકાણકારો પાસેથી ₹1,923.75 કરોડ એકત્ર કર્યા છે. ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડર કંપનીની આવક FY23માં લગભગ 22 ટકા વાર્ષિક વૃદ્ધિ પામી છે. જોકે, કંપનીનો PAT (ચોખ્ખો નફો) FY23માં 67 ટકાથી વધુ ઘટ્યો હતો. નાણાકીય વર્ષ 23ના અંતે કંપનીની સંપત્તિ લગભગ ₹18,250 કરોડ હતી, જે નાણાકીય વર્ષ 2023-24ના પ્રથમ નવ મહિનામાં વધીને ₹19,600 કરોડ થઈ હતી. પ્રથમ નવ મહિનાના અંત સુધીમાં, કંપનીની નેટવર્થ આશરે ₹39,780 કરોડ હતી જે FY23માં લગભગ ₹3,972 કરોડ હતી.