એલઆઇસી મંગળવારે ખુલશે પ્રિમિયમથી..?!!….. શુક્રવારે બંધ થઇ રહેલા બે આઇપીઓ પૈકી ડેલ્હીવેરીને રિટેલ પોર્શનમાં 0.57 ગણો ભરાવા સાથે નબળો પ્રતિસાદ મળ્યો છે. જોકે,કુલ 1.63 ગણો ભરાયો છે. જેમાં ક્યૂઆઇબી 2.66 ગણો ભરાયો છે. જ્યારે વિનસ પાઇપ્સ એન્ડ ટ્યુબ્સ રિટેલમાં 19.04 ગણો ભરાવા સાથે કુલ 16.31 ગણો ભરાયો છે.

એલઆઇસી મંગળવારે ખુલશે પ્રિમિયમથી..?!!

ગ્રે માર્કેટમાં રૂ.10 ડિસ્કાઉન્ટ બોલાઇ ગયેલા એલઆઇસીના મેગા ઇશ્યૂનું લિસ્ટિંગ મંગળવારે પ્રિમિયમ સાથે થવાનો  આશાવાદ મોટાભાગના પ્રાઇમરી માર્કેટ નિષ્ણાતો અને બજાર પંડિતો વ્યક્ત કરી રહ્યા છે. જોકે, સરકારે ગત શનિ- રવિ દરમિયાન ઇશ્યૂ માટે બેન્કો ખૂલ્લી રખાવી હતી. તેમાં ઇશ્યૂ ભરનારાઓ ઉપરાંત ઇશ્યૂ કેન્સલ કરવાવાળાઓની પણ લાઇન જોવા મળી હતી.

કંપનીક્યૂઆઇબીએનઆઇઆઇરિટેલએમ્પ્લોઇકુલ
ડેલ્હીવેરી2.660.300.570.271.63
વિનસ પાઇપ્સ12.0215.6619.0416.31