IPO Listing: Jupiter Life Line 51% અને SME જીવનરામ 30% પ્રિમિયમે લિસ્ટેડ
વિગત | Jupiter Life Line | Jiwanram Sheoduttrai |
ઈશ્યૂ સાઈઝ | 869 કરોડ | 17.07 કરોડ |
ઈશ્યૂ પ્રાઈઝ | 735 | 23 |
ગ્રે પ્રિમિયમ | રૂ. 230 | રૂ. 12 |
લિસ્ટિંગ | 1107.50 (51%) | 30 (30%) |
બંધ | 1075.25 | 28.50 |
રિટર્ન | 46.29% | 5% |
અમદાવાદ, 18 સપ્ટેમ્બરઃ આજે સપ્તાહની શરૂઆતમાં સેકેન્ડરી માર્કેટમાં માહોલ શુષ્ક રહ્યો હોવા છતાં મેઈનબોર્ડ અને SME IPOએ આકર્ષક ભાવે લિસ્ટિંગ કરાવી પ્રાઈમરી માર્કેટ પ્રત્યે રોકાણકારોનો લગાવ જાળવી રાખ્યો હતો. BSE ખાતે મુંબઈ સ્થિત જ્યુપિટર લાઈફ લાઈન હોસ્પટલનો IPO 50.68 ટકા પ્રિમિયમે લિસ્ટિંગ કરાવ્યું હતું. જ્યારે Jiwanram Sheoduttrai Industriesએ 30.43 ટકા પ્રિમિયમે લિસ્ટિંગ કરાવ્યા બાદ 5 ટકા અપર સર્કિટ સાથે 28.50 પર બંધ આપ્યું હતું. જ્યુપિટર લાઈફ લાઈન માટે ઈશ્યૂ પ્રાઈઝ સામે 31 ટકા અને જીવનરામ માટે 52 ટકા ગ્રે પ્રિમિયમ બોલાયા હતા. બંને IPOને રોકાણકારોનો બહોળો પ્રતિસાદ મળ્યો હતો. જેમાં જ્યુપિટર લાઈફ લાઈનનો IPO કુલ 64.80 ગણો અને જીવનરામનો IPO 112.96 ગણો ભરાયો હતો.
ઝેગલ અને સામ્હીનો IPO છેલ્લા દિવસે ફુલ્લી સબ્સ્ક્રાઈબ્ડ
ઝેગલ પ્રિપેઈડ ઓશન સર્વિસિઝનો રૂ. 563.38 કરોડનો IPO આજે અંતિમ દિવસે કુલ 12.86 ગણો અને સામ્હી હોટલ્સનો IPO 5.57 ગણો ભરાયો હતો. જેમાં સામ્હી હોટલનો ઈશ્યૂ રિટેલ પોર્શન 1.17 ગણો અને એનઆઈઆઈ 1.29 ગણો અને ક્યુઆઈબી 9.18 ગણો ભરાયો હતો. જ્યારે ઝેગલનો ઈશ્યૂ ક્યુઆઈબી પોર્શન 16.94 ગણો, એનઆઈઆઈ 9.16 ગણો અને રિટેલ 6.15 ગણો ભરાયો હતો. યાત્રા ઓનલાઈનનો IPO ઈશ્યૂ પણ બીજા દિવસે કુલ 32 ટકા જ ભરાયો હતો. જેમાં હજી એનઆઈઆઈ 10 ટકા અને ક્યુઆઈબી 7ટકા જ ભરાયો હતો. જ્યારે રિટેલ 1.41 ગણો ભરાયો હતો.