કેલિફોર્નિયા, 18 સપ્ટેમ્બરઃ Googleના 22 વર્ષીય સોફ્ટવેર એન્જિનિયરને ક્રિપ્ટોમાં રોકાણ ભારે નડ્યું છે. ક્રિપ્ટોમાં રોકાણ કરતાં ગુગલના સોફ્ટવેર એન્જિનિયરે રૂ. 67 લાખ ગુમાવ્યા છે. ગૂગલના સોફ્ટવેર એન્જિનિયરે કહ્યું કે તેણે કિશોર વયે તેના માતા-પિતાની મદદથી શેરબજારમાં રોકાણ કરવાનું શરૂ કર્યું હતું.

જેણે રોકાણના પોર્ટફોલિયોમાં હાલમાં જ રિટાયરમેન્ટ અને બ્રોકરેજ એકાઉન્ટ્સ ઉપરાંત બે ઘરોમાં રૂ. 1 કરોડથી વધુનું રોકાણ કર્યું છે.

તેણે ખુલાસો કર્યો કે તેણે માર્જિન પર ક્રિપ્ટોમાં રોકાણ કરીને લગભગ રૂ. 67 લાખ ગુમાવ્યા છે. અર્થાત બજારમાંથી ઉધાર લઈ રોકાણ કર્યા હતા.

કેલિફોર્નિયાના ઓરેન્જ કાઉન્ટીના એથન નગુઓનલીએ કિશોર વયે તેના માતા-પિતાની મદદથી શેરબજારમાં રોકાણ કરવાનું શરૂ કર્યું હતું, CNBC મેક ઇટ અહેવાલ આપે છે. રોકાણની જર્નિમાં ઓરેન્જે ક્રિપ્ટોમાં 67 લાખનું નુકસાન કર્યું છે. જેણે જૂન, 2022માં કુલ 24 લાખનું રોકાણ ક્રિપ્ટોમાં કર્યું હતું. જેમાં રૂ. 41 લાખનો નફો થવાનો અંદાજ હતો. પરંતુ મંદીના માહોલના કારણે ક્રિપ્ટોમાં નુકસાન સતત વધ્યુ હતું. નવેમ્બર 2021થી જૂન 2022 દરમિયાન તેણે ક્રિપ્ટોમાં રૂ. 67 લાખ ગુમાવ્યા હતા.

બિટકોઈન અને ઈથેરિયમાં 45 લાખથી વધુ નુકસાન

બિટકોઈન અને ઈથેરિયમમાં આશરે રૂ. 33 લાખનું રોકાણ કર્યું છે, તે સિવાય સો ડોલર્સનું રોકાણ શિબા ઈનુ અને ડોગકોઈન જેવા અલ્ટકોઈન્સમાં કર્યું હતું. પરંતુ બિટકોઈનની કિંમતમાં ઘટાડો થતાં, ટેકીએ લગભગ 12 લાખ રૂપિયા ઉછીના લઈ તેમાં રોકાણ વધાર્યું હતું. 2021ના અંતમાં બિટકોઈનના ભાવ સર્વોચ્ચ ટોચે પહોંચતાં ચોપડે રિટર્ન રૂ. 42 લાખ થયું હતું. જો કે, 2022ના મધ્ય સુધીમાં 70 ટકાથી વધુ ધોવાયા હતા.

ખોટ થઈ હોવા છતાં ક્રિપ્ટોમાં રોકાણ નિર્ણય અડગ

સોફ્ટવેર એન્જિનિયરે જણાવ્યુ હતું કે, “હું હજી પણ સંપૂર્ણ રીતે ક્રિપ્ટોકરન્સીમાં વિશ્વાસ કરું છું, જેમાં ઘણા અલ્ટકોઈન્સ જોખમી હોવાથી તેમાં રોકાણથી દૂર રહેવુ જોઈએ. ફક્ત તમારી પાસેના નાણાંનું રોકાણ કરો અને ખૂબ સટ્ટાકીય રોકાણોમાં બિનજરૂરી લીવરેજ ન કરવા સલાહ આપી છે. “