companyIssue
Price
last
Price
+/-
Aadhar Housing₹315₹343.258.97%
TBO Tek₹920₹1,411.2053.39%
Indegene₹452₹539.0019.25%
JNK India₹415₹631.4052.14%
Vodafone Idea₹11₹13.5723.36%
Bharti Hexacom₹570₹940.5565.01%
SRM Contractors₹210₹180.25-14.17%
Krystal₹715₹698.30-2.34%
Popular Vehicles₹295₹218.30-26.00%
Gopal Snacks₹401₹334.70-16.53%
JG Chemicals₹221₹234.956.31%
Bharat HighwaysMar 12, 20243.05%₹105.31
R K SWAMY₹288₹269.85-6.30%
Mukka Proteins₹28₹34.7624.14%
Platinum Ind.₹171₹209.8022.69%
Exicom Tele.₹142₹274.6093.38%
GPT Healthcare₹186₹165.75-10.89%
Juniper Hotels₹360₹443.8523.29%
Vibhor Steel₹151₹263.6074.57%
Entero Health₹1258₹1,040.80-17.27%
CSFBank₹468₹341.05-27.13%
JSF Bank₹414₹620.1049.78%
Rashi Peripherals₹311₹329.055.80%
Apeejay Hotels₹155₹189.1022.00%
BLS E-Services₹135₹276.50104.81%
Nova AgriTech₹41₹51.5625.76%
EPACK Durable₹230₹179.95-21.76%
Medi Assist₹418₹513.5522.86%
Jyoti CNC₹331₹891.35169.29%

અમદાવાદ, 22 મેઃ મે મહિનામાં પ્રાઇમરી માર્કેટમાંથી કંપનીઓએ આઇપીઓ/એફપીઓ મારફત રૂ. 9,600 કરોડ એકત્ર કર્યા છે, જે આઠ મહિનામાં સૌથી વધુ છે. મે મહિનામાં અત્યાર સુધીમાં 5 કંપનીઓએ એકત્રિત રીતે IPO દ્વારા રૂ. 9,606.15 કરોડ એકત્ર કર્યા છે, જે સપ્ટેમ્બર 2023 પછી પ્રાઇમરી માર્કેટમાંથી એકત્રિત સૌથી વધુ ફંડ હોવાનું જોવા મળ્યું છે.  એકત્ર કરાયેલ કુલ ભંડોળમાંથી આશરે 64 ટકા એટલે કે, આશરે રૂ. 6,200 કરોડ વેચાણ માટેની ઓફર (એફપીઓ) મારફત એકત્ર કરાયા હતા અને રૂ. 3404 કરોડ ફ્રેશ ઇશ્યૂ મારફત એકત્ર કરાયા હતા. 4 ઇશ્યુનું કદ રૂ. 1,000 કરોડની સપાટી વટાવી ગયું હતું. જેમાં આધાર હાઉસિંગ ફાઇનાન્સ રૂ. 3,000 કરોડ સૌથી ટોચ ઉપર છે, ત્યારબાદ ગો ડિજીટ જનરલ ઇન્સ્યોરન્સ રૂ. 2,615 કરોડ અને ઇન્ડિજેન લિમિટેડ રૂ. 1,842 કરોડ પર છે. TBK ટેક લિમિટેડ ચોથા ક્રમે હતી, જેણે આશરે રૂ. 1,550.80 કરોડ એકત્ર કર્યા હતા. Awfis Space Solutions, જેની સબસ્ક્રિપ્શન વિન્ડો આજે (22 મે) ખુલવાની છે અને 27 મેના રોજ સમાપ્ત થવાની છે, તે રૂ. 598.93 કરોડ એકત્ર કરવા માગે છે.

સૌથી વધુ સબસ્ક્રીપ્શન: TBO ટેક ટોચે

TBO Tek Ltd એ સૌથી વધુ સબસ્ક્રિપ્શન મેળવ્યું, 86.69 ગણું ફંડ મેળવ્યું હતું. ત્યારપછીના ક્રમે Indegene Ltd 70.3 ગણું અને Adhar હાઉસિંગ ફાઇનાન્સ 26.76 ગણા ભરાયા હતા. ગો ડિજીટ જનરલ ઈન્સ્યોરન્સ 9.6 ગણો સબસ્ક્રાઇબ થયો હતો. 2024માં અત્યાર સુધીમાં 29 IPOએ રૂ. 27,650 કરોડ એકત્ર કર્યા છે. તેનાથી વિપરિત, 2023ના પ્રથમ પાંચ મહિનામાં જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં કોઈ ઓફર કર્યા વિના માત્ર 5,800 કરોડ રૂપિયા એકત્ર કરીને માત્ર પાંચ IPO આવ્યા હતા.

Ixigo, બંસલ વાયરને સેબીની મંજૂરી, પરંતુ ઓયો, રઘુવીર એક્ઝિમે ડ્રાફ્ટ પેપર્સ પાછા ખેંચ્યા

રેવેલ એગ્રીગેટર Ixigoની પેરેન્ટ ફર્મ LE Travenues Technology, અને સ્ટેનલેસ સ્ટીલ વાયર ઉત્પાદક બંસલ વાયર ઇન્ડસ્ટ્રીઝને IPO લાવવા માટે મૂડીબજારના નિયમનકાર સેબી પાસેથી મંજૂરી મળી છે. જો કે, ઓયો ઓપરેટર ઓરેવેલ સ્ટેઝ અને રઘુવીર એક્ઝિમે તેમના ડ્રાફ્ટ પેપર પાછા ખેંચી લીધા છે. સેબી દ્વારા પ્રકાશિત ડ્રાફ્ટ ઓફર ડોક્યુમેન્ટ્સની પ્રોસેસિંગ સ્ટેટસ અનુસાર 14 મેના રોજ લે ટ્રેવેન્યુઝ ટેક્નોલોજી આઈપીઓના ડ્રાફ્ટ પેપર અને 17 મેના રોજ બંસલ વાયર ઈન્ડસ્ટ્રીઝના પબ્લિક ઈશ્યુ પર અવલોકનો જારી કર્યા છે. બંસલ વાયર ઇન્ડસ્ટ્રીઝ, દેશની બીજી સૌથી મોટી સ્ટીલ વાયર મેન્યુફેક્ચરિંગ કંપની જેણે આ વર્ષે 18 જાન્યુઆરીએ ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) ફાઇલ કર્યો હતો, તે તેના પ્રારંભિક શેર વેચાણ દ્વારા રૂ. 745 કરોડ એકત્ર કરવાની યોજના બનાવી રહી છે. IPO માં OFS કમ્પોનન્ટ વગરનો માત્ર નવો ઈશ્યુ છે.

કેલેન્ડર 2024માં માસવાર આઇપીઓ સંખ્યા અને એકત્રિત રકમ

2024ઇશ્યૂ સંખ્યાકુલ ઇશ્યૂ સંખ્યારકમ(Rs. crore)કુલ રકમ(Rs. crore)
JANUARY553,264.733,264.73
FEBRUARY11167,498.6910,763.43
MARCH6222,356.6313,120.05
APRIL2244,924.4718,044.53
Source : primedatabase.com

કેલેન્ડર 2024માં માસવાર એફપીઓ સંખ્યા અને એકત્રિત રકમ

2024ઇશ્યૂ સંખ્યાકુલ ઇશ્યૂ સંખ્યારકમ(Rs. crore)કુલ રકમ(Rs. crore)
JANUARY000.000.00
FEBRUARY000.000.00
MARCH000.000.00
APRIL1118,000.0018,000.00
Source : primedatabase.com

Source : primedatabase.com

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)