IPO Next Week: આગામી સપ્તાહે પ્રાઈમરી માર્કેટમાં આઠ આઈપીઓ ખૂલશે, 7 IPO લિસ્ટિંગ કરાવશે
અમદાવાદ, 2 માર્ચઃ પ્રાઈમરી માર્કેટમાં આગામી સપ્તાહે કુલ આઠ જેટલા આઈપીઓ માર્કેટમાંથી ફંડ એકત્રિત કરવા આવી રહ્યા છે. જેમાં મેઈન બોર્ડ ખાતે ગોપાલ સ્નેક્સ લિ., જેજી કેમિકલ્સ લિ., આરકે સ્વામી લિ. અને એસએમઈ સેગમેન્ટમાં વીઆર ઈન્ફ્રાસ્પેસ, સોના મશીનરી, કૌરા ફાઈન ડાયમંડ જ્વેલરી, શ્રી કરણી ફેબકોમ, પુણે ઈ-સ્ટોક બ્રોકિંગ આઈપીઓ ખૂલશે. આ સિવાય એસએમઈ સેગમેન્ટના 3 અને મેઈન બોર્ડ ખાતે ચાર આઈપીઓ લિસ્ટિંગ કરાવશે.
Upcoming IPO At A Glance
આઈપીઓ | તારીખ | પ્રાઈસ બેન્ડ | ઈશ્યૂ સાઈઝ |
RK Swamy | 4-6 માર્ચ | 270-288 | 423.56 |
JG Chamicals | 5-7 માર્ચ | 210-221 | 251.19 |
Gopal Snacks | 6-11 માર્ચ | 381-401 | 650 |
VR Infraspace | 4-6 માર્ચ | 85 | 20.40 |
Sona Machinery | 5-7 માર્ચ | 136-143 | 51.82 |
Koura Fine | 6-11 માર્ચ | 55 | 5.50 |
Pune E-Stock | 7-12 માર્ચ | 78-83 | 38.23 |
Shree Karni | 11-14 માર્ચ | 220-227 | 42.49 |
ગ્રે માર્કેટમાં બહોળો પ્રતિસાદ
આઈપીઓની ભરમાર વચ્ચે ગ્રે માર્કેટમાં આઈપીઓની બોલબાલા વધી છે. આગામી સપ્તાહે 5 માર્ચે લિસ્ટિંગ થનાર એક્ઝિકોમ ટેલિ-સિસ્ટમમાં ગ્રે પ્રીમિયમ 106 ટકા સુધી વધ્યા છે. અર્થાત રૂ. 142 ઈશ્યૂ પ્રાઈસ સામે રૂ. 150 ગ્રે પ્રીમિયમ છે. જ્યારે જેજી કેમિકલ્સના આઈપીઓ માટે રૂ. 60 (27 ટકા) પ્રીમિયમ બોલાઈ રહ્યા છે. ગોપાલ સ્નેક્સ અને આરકે સ્વામીના ઈશ્યૂ પર હાલ કોઈ પ્રીમિયમ જોવા મળ્યા નથી. એસએમઈ સેગમેન્ટમાં સોના મશીનરી માટે રૂ. 40 (28 ટકા), શ્રી કરણી ફેબકોમ માટે રૂ. 40 (17 ટકા), પુણે ઈ-સ્ટોક બ્રોકિંગ માટે રૂ. 80 (96 ટકા) પ્રીમિયમ બોલાઈ રહ્યા છે.
આગામી સપ્તાહે લિસ્ટેડ થનાર આઈપીઓ
આઈપીઓ | ગ્રે પ્રીમિયમ |
Exicom Tele | 106% |
Platinum industries | 47% |
Bharat Highways InvIT | – |
Mukka Protins | 100% |
MVK Agro | 25% |
Purva Flexipack | 169% |
Owais Metal | 144% |