અમદાવાદ, 26 સપ્ટેમ્બરઃ મનોજ વૈભવ જ્વેલર્સનો રૂ. 270.20 કરોડનો આઈપીઓ ઈશ્યૂ અંતિમ દિવસે કુલ 2.33 ગણા સબ્સ્ક્રિપ્શન સાથે બંધ થયો છે. રિટેલ રોકાણકારોએ 43.98 લાખ ઈક્વિટી શેર્સ સામે 76.14 લાખ શેર્સ માટે અરજી કરી હતી. જ્યારે એનઆઈઆઈ 5.40 ગણો અને ક્યુઆઈબી 1.08 ગણો ભરાયો હતો.

કંપનીએ રૂ. 204થી 215ની પ્રાઈસ બેન્ડ પર રૂ. 270.20 કરોડ એકત્ર કરવાની યોજના બનાવી હતી. જેના શેર એલોટમેન્ટ 27 સપ્ટેમ્બરે અને લિસ્ટિંગ 3 ઓક્ટોબરે થવાની શક્યતા છે.

મનોજ વૈભવ આઈપીઓ સબ્સ્ક્રિપ્શન

કેટેગરીસબ્સ્ક્રિપ્શન (x)
QIB1.08
NII5.40
Retail1.73
Total2.33

Manoj Vaibhav Gemsના આઈપીઓ માટે ગ્રે માર્કેટમાં રૂ. 215ની ઈશ્યૂ પ્રાઈઝ પર રૂ. 18 અર્થાત 8 ટકા પ્રિમિયમ બોલાઈ રહ્યા છે. માર્કેટ નિષ્ણાતોએ તેની વિસ્તરણ યોજના અને મજબૂત ફંડામેન્ટલ્સના પગલે મધ્યમથી લાંબાગાળાના હેતુ સાથે રોકાણ કરવા સલાહ આપી હતી. દક્ષિણ ભારતમાં સ્થિત જ્વેલરી કંપની 13 સ્ટોર ધરાવે છે. જે આગામી સમયમાં વધુ 8 સ્ટોર્સ શરૂ કરાવની યોજના ધરાવે છે. જેનો પીઈ રેશિયો 11.74 ગણો અને શેરદીઠ કમાણી રૂ. 18.32 છે.

મનોજ વૈભવ જેમ્સે એન્કર રોકાણકારો પાસેથી રૂ. 81.06 કરોડ એકત્ર કર્યા હતા. આઈપીઓ બાદ પ્રમોટર્સનું હોલ્ડિંગ 100 ટકાથી ઘટી 74.27 ટકા થશે.