IPO Watch: અદાણી જૂથની 5 કંપનીઓ કરી રહી છે તૈયારીઓ IPO લાવવાની
નવી દિલ્હીઃ ગૌતમ અદાણી બિઝનેસ ગ્રૂપ ડેટ રેશિયો ઘટાડવા અને તેના રોકાણકારોનો આધાર વધારવા માટે આગામી બે વર્ષમાં તેમની 5 કંપનીઓના IPO માટેનું પ્લાનિંગ કરી રહ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. ગ્રૂપ 2026 અને 2028 વચ્ચે 5 કંપનીઓનો IPO લાવવાની યોજના બનાવી રહ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આગામી 3-5 વર્ષમાં ઓછામાં ઓછા પાંચ IPO બજારમાં આવવા માટે તૈયાર હશે. એરપોર્ટ ઓપરેટર્સ અને કન્ઝ્યુમર પ્લેટફોર્મ્સ જેવા વ્યવસાયો લગભગ 300 મિલિયન ગ્રાહકોને સેવાઓ પ્રદાન કરે છે અને આગામી સમયમાં વધુ વૃદ્ધિ માટે તેમના પોતાના સ્તરે કામ કરવાની અને તેમની મૂડીની જરૂરિયાતનું સંચાલન કરવાની જરૂર છે. એરપોર્ટ બિઝનેસ પહેલેથી જ સ્વતંત્ર છે, જ્યારે અદાણી ન્યૂ ઈન્ડસ્ટ્રીઝમાં ગ્રીન એનર્જી પર ઘણું ધ્યાન આપવામાં આવશે. અદાણી રોડ દેશને બિલ્ડ-ઓપરેટ-ટ્રાન્સફરનું નવું મોડલ આપી રહ્યું છે. તે જ સમયે, ડેટા સેન્ટર બિઝનેસમાં વૃદ્ધિ જોવા મળશે. મેટલ્સ અને માઇનિંગ હેઠળ એલ્યુમિનિયમ, કોપર અને માઇનિંગ સેવાઓને આવરી લેવામાં આવશે. અદાણી ગ્રૂપને તેના ઝડપી વિસ્તરણ માટે ટીકાઓનો સામનો કરવો પડ્યો છે, જે કેટલાકના મતે દેવું અને નાણાકીય જટિલતા વધી છે. કારણ કે તે પરંપરાગત પોર્ટ ઓપરેટરથી મીડિયા, સિમેન્ટ અને ગ્રીન એનર્જી સહિતના ક્ષેત્રોમાં વિસ્તરણ કરે છે.
કયા પાંચ IPO માટે કંપનીઓની રચના
અદાણી ન્યૂ ઇન્ડસ્ટ્રીઝ લિ. (Adani New Industries Ltd)
અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ લિ. (Adani Airport Holdings Ltd.)
અદાણી રોડ ટ્રાન્સપોર્ટ લિ. (Adani Road Transport Ltd.)
અદાણી કોનેક્સ પ્રાઇવેટ લિમિટેડ (Adani Connex Pvt Ltd.)
અદાણી મેટલ એન્ડ માઇનિંગ (Adani Metal and Mining)