અમદાવાદઃ આઈઆરસીટીસી (IRCTC)એ ડિસેમ્બર ક્વાર્ટર (Q3FY23) માટે કોન્સોલિડેટેડ ધોરણે ચોખ્ખો નફો 23 ટકા વૃદ્ધિ સાથે રૂ. 256 કરોડ (રૂ. 208 કરોડ) નોંધાવ્યો છે. કંપનીએ શેરદીઠ ₹3.50નું વચગાળાનું ડિવિડન્ડ જાહેર કર્યું છે. ત્રિમાસિક ધોરણે, ચોખ્ખો નફો સપ્ટેમ્બર ક્વાર્ટર (Q2FY23)માં ₹226 કરોડ સામે 13% વધ્યો છે. આવક 70% વધીને ₹918 કરોડ (રૂ. 540 કરોડ) થઈ છે. કંપનીનો કુલ ખર્ચ બમણા કરતાં પણ વધુ વધી રૂ. 607 કરોડ ( ₹274 કરોડ) થયો છે. સેગમેન્ટ મુજબ, કેટરિંગ સેગમેન્ટની આવક ગયા નાણાકીય વર્ષના ડિસેમ્બર ક્વાર્ટરમાં ₹105 કરોડની સરખામણીએ 275% વાર્ષિક ધોરણે વધીને ₹394 કરોડ થઈ છે. રેલ નીર સેગમેન્ટની આવક એક વર્ષ અગાઉના સમાન ગાળામાં ₹51 કરોડની સરખામણીએ અહેવાલ ક્વાર્ટરમાં 55% વધીને ₹79 કરોડ થઈ હતી. ઈન્ટરનેટ ટિકિટિંગ બિઝનેસે ડિસેમ્બર ક્વાર્ટર દરમિયાન આવકમાં 4%નો ઘટાડો નોંધાવ્યો હતો જે એક વર્ષ અગાઉના ગાળામાં ₹313 કરોડ હતો. ટુરિઝમ બિઝનેસ વાર્ષિક ધોરણે આવકમાં 79%નો મજબૂત ઉછાળો નોંધાવ્યો હતો જે એક વર્ષ અગાઉના ગાળામાં ₹68 કરોડની સરખામણીએ ₹122 કરોડ થયો હતો.