JG કેમિકલ્સે 202.5 કરોડના IPO માટે ડ્રાફ્ટ પેપર ફાઇલ કર્યું
અમદાવાદઃ JG કેમિકલ્સે રૂ. 202.5 કરોડના IPO માટે સેબીમાં ડ્રાફ્ટ પેપર ફાઇલ કર્યું છે. IPOમાં રૂ. 202.50 કરોડનો નવો ઈશ્યુ અને તેના હાલના શેરધારકો અને પ્રમોટરો દ્વારા 5.70 મિલિયન શેરના વેચાણની ઓફરનો સમાવેશ થાય છે. OFSમાં વિઝન પ્રોજેક્ટ્સ અને ફિનવેસ્ટ પ્રાઇવેટ લિમિટેડના 3.64 મિલિયન શેર, જયંતિ કોમર્શિયલ લિમિટેડના 1.4 લાખ શેર, સુરેશ કુમાર ઝુનઝુનવાલા (HUF) દ્વારા 1.27 મિલિયન શેર અને અનિરુદ્ધ ઝુનઝુનવાલ (HUF) દ્વારા 6.5 લાખ શેરનો સમાવેશ થાય છે. ઈશ્યુમાંથી મેળવેલી રકમનો ઉપયોગ તેના મટીરીયલ આર્મ BDJ ઓક્સાઇડમાં રોકાણ માટે કરવામાં આવશે. કંપની દેવાની ચુકવણી માટે રૂ. 45 કરોડ, સંશોધન અને વિકાસ કેન્દ્ર સ્થાપવા માટે રૂ. 5.31 કરોડ, તેની પેટાકંપની માટે તેની લાંબા ગાળાની કાર્યકારી મૂડીની જરૂરિયાત માટે રૂ. 65 કરોડ અને પોતાના લાંબા ગાળાના કામકાજ માટે રૂ. 35 કરોડનો ઉપયોગ કરશે. ડિસેમ્બર 2022 સુધીમાં, BDJ ઓક્સાઇડ્સનું કુલ બાકી ઉધાર રૂ. 54.65 કરોડ હતું.