JG Chemicals IPO પ્રથમ દિવસના અંતે 2.52 ગણો ભરાયો, જાણો શું છે પ્રાઈસ બેન્ડ અને ગ્રે પ્રીમિયમ
અમદાવાદ, 5 માર્ચઃ ઝિંક ઓક્સાઈડ મેન્યુફેક્ચરર જેજી કેમિકલ્સ લિ.નો રૂ. 251.19 કરોડનો આઈપીઓ આજે ખૂલતાંની સાથે પ્રથમ દિવસે જ ફુલ્લી 2.52 ગણો ભરાયો છે. જેમાં રિટેલ રોકાણકારોએ 3.75 ગણા બીડ ભર્યા છે. જ્યારે એનઆઈઆઈ પોર્શન 3 ગણો ભરાઈ ચૂક્યો છે. જો કે, ક્યુઆઈબી પોર્શન હજી માંડ 2 ટકા ભરાયો છે. ઈશ્યૂ 7 માર્ચે બંધ રહેશે. જેના શેર એલોટમેન્ટ 11 માર્ચે અને લિસ્ટિંગ 13 માર્ચે થશે.
JG Chemicals IPOમાં રૂ. 210થી 221ની પ્રાઈસ બેન્ડ પર રૂ. 251.19 કરોડનું ફંડ એકત્ર કરવાની યોજના ધરાવે છે. જેમાં ફ્રેશ ઈશ્યૂ દ્વારા રૂ. 165 કરોડ અને ઓફર ફોર સેલ હેઠળ રૂ. 86.19 કરોડનું ફંડ એકત્રિત કરશે. રોકાણકારે લોટદીઠ 67 શેર્સની માટે રૂ. 14807નું રોકાણ કરવાનું રહેશે. ત્યારબાદ તેના ગુણાંકમાં બિડ ભરી શકશે.
ગ્રે માર્કેટમાં જેજી કેમિકલ્સના આઈપીઓ માટે રૂ. 60 પ્રીમિયમ બોલાઈ રહ્યા છે. જે લિસ્ટિંગ 27 ટકા પ્રીમિયમે થવાનો આશાવાદ છે. જેજી કેમિકલ્સ આઈપીઓ હેઠળ એકત્રિત ફંડનો ઉપયોગ તેની પેટા કંપનીમાં રોકાણ કરવા દેવાની ચૂકવણી કરવા તેમજ લાંબાગાળાની કાર્યકારી જરૂરિયાતો પૂર્ણ કરવા અને જનરલ કોર્પોરેટ હેતુઓ પૂર્ણ કરવા કરશે.
જેજી કેમિકલ્સ ફંડામેન્ટલ્સઃ (રૂ. કરોડમાં)
જેજી કેમિકલ્સ લિમિટેડની આવક ગત નાણાકીય વર્ષમાં આવક 27.47 ટકા અને ચોખ્ખો નફો 31.69 ટકા વધ્યો છે. કંપનીની નેટવર્થ ડિસેમ્બરના અંતે રૂ. 217.86 કરોડ રહી છે. રિઝર્વ એન્ડ સરપ્લસ રૂ. 193.22 કરોડ રહી છે. પીઈ રેશિયો 16.25x અને શેરદીઠ કમાણી 13.6 છે.
વિગત | 2023-22 | 2021-22 | 2020-21 |
આવક | 794.19 | 623.05 | 440.41 |
ચોખ્ખો નફો | 56.79 | 43.13 | 28.80 |
નેટવર્થ | 199.89 | 147.66 | 108.48 |
બ્રોકરેજ ટીપ્સઃ
આનંદ રાઠી, અરિહંત કેપિટલ માર્કેટ, સ્ટોક્સબોક્સ, રિલાયન્સ સિક્યુરિટીઝ સહિત 10 બ્રોકરેજ હાઉસે જેજી કેમિકલ્સનો આઈપીઓ ભરવા સલાહ આપી છે. જ્યારે 1 બ્રોકરેજ હાઉસ એક્સિસ કેપિટલે કોઈ રેટિંગ આપ્યુ નથી. હેમ સિક્યુરિટીઝ, બીપી સિક્યુરીટીઝ, સ્વસ્તિકા ઈન્વેસ્ટમાર્ટ, વેન્ચુરા સિક્યુરિટીઝ લિ., જિયોજીત સિક્યુરીટીઝે આઈપીઓ અપ્લાય કરવા રેટિંગ આપ્યું છે.
કંપની વૈશ્વિક સ્તરે ટોચની ટાયર ઉત્પાદક કંપનીઓને ઝિંક ઓક્સાઈડ પ્રદાન કરનારી અગ્રણી ઉત્પાદક છે. ઝિંક-ઓક્સાઈડની કિંમતો ઘટતાં ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ નવ માસમાં આવકો ઘટી છે. જો કે, કંપની ઝડપથી ફરી પાછી ટ્રેક પર ફરે તેવી શક્યતાઓ છે. લાંબાગાળાના દ્રષ્ટિકોણ સાથે રોકાણ કરવા સલાહ આપી છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)