જિયોએ બે સર્કલમાં 1800 મેગાહર્ટ્ઝ બેન્ડના સ્પેક્ટ્રમનો ઉપયોગ કરવાનો અધિકાર મેળવ્યો
મુંબઈ, 27 જૂન: ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકમ્યુનિકેશન્સ દ્વારા હાથ ધરવામાં આવેલી સ્પેક્ટ્રમ હરાજીમાં ભારતમાં સૌથી મોટી ડિજિટલ સેવાઓ પૂરી પાડનાર જિયોએ બિહાર અને પશ્ચિમ બંગાળમાં 1800 મેગાહર્ટ્ઝ બેન્ડમાં વધારાનું સ્પેક્ટ્રમ હસ્તગત કર્યું હતું. આ એક્વિઝિશન સાથે જિયોએ તેના 1800 મેગાહર્ટ્ઝ બેન્ડ સ્પેક્ટ્રમનું બે સર્કલમાં વિસ્તરણ કર્યું છે. જિયોની સ્પેક્ટ્રમ ફૂટપ્રિન્ટ વધીને 26,801 મેગાહર્ટ્ઝ (અપલિંક + ડાઉનલિંક) થઈ ગઈ છે. જિયોએ પહેલાથી જ 4G અને 5G જેવી બેન્ડવિડ્થ કાર્યક્ષમ ટેક્નોલોજીઓ પર આધારિત સ્પેક્ટ્રમ સમગ્ર ભારતમાં અમલી બનાવી દીધું છે. ભારતમાં લો-બેન્ડ, મિડ-બેન્ડ અને હાઈ-બેન્ડ (700 MHz, 3300 MHz અને 26GHz) સ્પેક્ટ્રમ ધરાવનાર જિયો એકમાત્ર ઑપરેટર છે જે તેને 5G સેવાઓમાં ગ્રાહકોને ઉત્તમ અનુભવ પૂરો પાડવા માટેનો અનોખો ફાયદો આપે છે.
રિલાયન્સ જિયો ઇન્ફોકોમ લિમિટેડના ચેરમેન આકાશ એમ. અંબાણીએ જણાવ્યું કેઅમે સ્પેક્ટ્રમની ફાળવણીના 12 મહિનામાં જ વિશ્વના સૌથી ઝડપી અને બહોળા સ્ટેન્ડ અલોન 5G નેટવર્કમાંના એક નેટવર્કને શરૂ કરી દીધું છે. આ નવું સ્પેક્ટ્રમ એક્વિઝિશન હવે માત્ર શહેરી બજારો પૂરતા મર્યાદિત નથી તેવા નવા ભારતની વધતી જતી ટ્રાફિક માંગ અને શ્રેષ્ઠ ગ્રાહક અનુભવના સંદર્ભમાં દેશની અપેક્ષાઓ પૂરી કરવા અમને સક્ષમ બનાવશે.
જિયોના સ્પેક્ટ્રમ એક્વિઝિશનના મહત્વના અંશોઃ 20 વર્ષ માટે 1800 MHz બેન્ડમાં હસ્તગત કરાયેલ ટેક્નોલોજી સંયોજિત સ્પેક્ટ્રમની સર્કલ વાઇઝ વિગતો નીચે મુજબ છે:
સ્પેક્ટ્રમ હરાજીની શરતો મુજબ ઉપરોક્ત સ્પેક્ટ્રમની કિંમત વાર્ષિક 8.65 ટકાના દરે ગણવામાં આવનારા વ્યાજ સાથે 20 સમાન વાર્ષિક હપ્તાઓથી ચૂકવી શકાય છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)