IPO ખૂલશે25 સપ્ટેમ્બર
IPO બંધ થશે27 સપ્ટેમ્બર
ફેસ વેલ્યૂરૂ.2
પ્રાઇસબેન્ડરૂ. 113-119
લોટ સાઇઝ126 શેર્સ
ઇશ્યૂ સાઇઝરૂ. 2800 કરોડ
લિસ્ટિંગBSE, NSE

અમદાવાદ, 20 સપ્ટેમ્બરઃ JSW જૂથની કંપની JSW ઇન્ફ્રાસ્ટ્રક્ચર  શેરદીઠ રૂ. 2ની મૂળકિંમત અને રૂ. 113-119ની પ્રાઇસ ધરાવતાં રૂ. 2800 કરોડના ફ્રેશ IPO સાથે મૂડીબજારમાં પ્રવેશી રહી છે. ઇશ્યૂ તા. 27 સપ્ટેમ્બરે બંધ થશે. રોકાણકારો ઓછામાં ઓછા 126 ઇક્વિટી શેર માટે બિડ કરી શકે છે. આ ઇશ્યૂ સંપૂર્ણપણે Rs 2,800 કરોડના ઈક્વિટી શેરનો તાજો ઇશ્યૂ છે. ઈક્વિટી શેર બીએસઈ અને એનએસઈ પર લિસ્ટેડ થવાની દરખાસ્ત છે. રિટેલ રોકાણકારો દ્વારા જરૂરી રોકાણની લઘુત્તમ રકમ ₹14,994 છે. sNII માટે લઘુત્તમ લોટ સાઇઝનું રોકાણ 14 લોટ (1,764 શેર) છે, જેની રકમ ₹209,916 છે, અને bNII માટે, તે 67 લોટ (8,442 શેર) છે, જેની રકમ ₹1,004,598 છે. જેએસ ડબલ્યૂ જૂથ તરફથી 13 વર્ષ પછી પ્રથમ IPO આવી રહ્યો છે. એન્કર ઇવેસ્ટર્સ બિડિંગ તા. 22 સપ્ટેમ્બરે યોજાશે.

ઇશ્યૂના હેતુઓ

ઇશ્યૂનો ઉદ્દેશ્ય રૂ. 880 કરોડના દેવા ચૂકવણી કરવાનો છે, કોર્પોરેટ હેતુઓ, એલપીજી ટર્મિનલ માટે રૂ. 865.75 કરોડ, ઇલેક્ટ્રિક સબ-સ્ટેશનની શરૂઆત કરવા માટે રૂ. 59.4 કરોડ, ડ્રેજરની ખરીદી અને ઇન્સ્ટોલેશન માટે રૂ. 103.88 કરોડ, મેંગલોર કન્ટેનર ટર્મિનલના વિસ્તરણ માટે રૂ. 151.04 કરોડ

કંપનીનો ઇતિહાસ અને કામગીરીકંપનીના પ્રોજેક્ટ્સ વિશે……
2006માં સ્થપાયેલી JSW ઈન્ફ્રાસ્ટ્રક્ચર કાર્ગો હેન્ડલિંગ, સ્ટોરેજ સોલ્યુશન્સ અને લોજિસ્ટિક્સ સેવાઓ સહિત દરિયાઈ-સંબંધિત સેવાઓ પ્રદાન કરે છે. કંપની પોર્ટ કન્સેશન હેઠળ પોર્ટ અને પોર્ટ ટર્મિનલ વિકસાવી સંચાલન કરે છે. 2022માં કાર્ગો હેન્ડલિંગ ક્ષમતાના સંદર્ભમાં JSW ઈન્ફ્રાસ્ટ્રક્ચર દેશમાં 2જી સૌથી મોટી કોમર્શિયલ પોર્ટ ઓપરેટર છે. ડ્રાય બલ્ક, બ્રેક બલ્ક, લિક્વિડ બલ્ક, ગેસ અને કન્ટેનર સહિત વિવિધ કાર્ગોનું સંચાલન કરે છે. JSW ઈન્ફ્રાસ્ટ્રક્ચર બંદરો અને પોર્ટ ટર્મિનલ્સમાં સામાન્ય રીતે 30થી50 વર્ષની લાંબી કન્સેશન અવધિ હોય છે, જે આવકના પ્રવાહોની લાંબા ગાળાની દૃશ્યતા પૂરી પાડે છે.કંપની મહારાષ્ટ્રમાં સ્થિત નોન-મેજર બંદરો અને પશ્ચિમ કિનારે ગોવા અને કર્ણાટકના ઔદ્યોગિક વિસ્તારોમાં અને પૂર્વ કિનારે ઓડિશા અને તમિલનાડુના મુખ્ય બંદરો પર સ્થિત પોર્ટ ટર્મિનલ્સ સાથે સમગ્ર ભારતમાં હાજરી ધરાવે છે. UAE માં ફુજૈરાહ ટર્મિનલ અને દિબ્બા પોર્ટમાં ઓપરેશન્સ અને મેન્ટેનન્સ કરારો હેઠળ બે પોર્ટ ટર્મિનલ પણ ચલાવે છે. JSW ઈન્ફ્રાસ્ટ્રક્ચરની આંતરરાષ્ટ્રીય હાજરીમાં UAEમાં ફુજૈરાહ અને દિબ્બા ખાતે 2 ટર્મિનલનો સમાવેશ થાય છે. JSW ઈન્ફ્રાસ્ટ્રક્ચર  ભારતમાં 30 જૂન, 2023 સુધીમાં 158.43 MTPA ની સ્થાપિત કાર્ગો હેન્ડલિંગ ક્ષમતા સાથે નવ પોર્ટ કન્સેશનનું સંચાલન કરે છે.

IPOના લીડ મેનેજર્સઃ JM ફાયનાન્સિયલ, એક્સિસ કેપિટલ, ક્રેડિટ સુઈસ સિક્યોરિટીઝ, ડીએએમ કેપિટલ એડવાઈઝર્સ, HSBC સિક્યોરિટીઝ એન્ડ કેપિટલ, ICICI સિક્યોરિટીઝ, કોટક મહિન્દ્રા કેપિટલ, SBI માર્કેટ છે. બુક રનિંગ લીડ મેનેજર્સ અને KFin ટેક્નોલોજીસ  ઇશ્યૂના રજિસ્ટ્રાર છે.

કંપનીની નાણાકીય કામગીરી એક નજરે (રૂ. કરોડમાં)

PeriodMar 2020Mar 2021Mar 2022Mar 2023
એસેટ્સ7,191.858,254.559,429.469,450.66
આવકો1,237.371,678.262,378.743,372.85
ચોખ્ખો નફો196.53284.62330.44749.51
નેટવર્થ2,488.232,831.183,212.133,934.64
રિઝર્વ્સ2,486.532,829.843,208.983,645.75
દેવાં3,102.573,945.824,408.694,243.70