IPO ખૂલશે21 ફેબ્રુઆરી
IPO બંધ થશે23 ફેબ્રુઆરી
ફેસ વેલ્યૂરૂ.10
પ્રાઇસબેન્ડ₹342 to ₹360
લોટ સાઇઝ40 શેર્સ
ઇશ્યૂ સાઇઝ50,000,000 શેર્સ
ઇસ્યૂ સાઇઝરૂ. 1800 કરોડ
લિસ્ટિંગBSE, NSE
businessgujarat.in rating8/10

અમદાવાદ, 16 ફેબ્રુઆરી: લક્ઝરી હોટેલ ડેવલપમેન્ટ અને માલિકીની કંપની જ્યુનિપર હોટેલ્સ લિમિટેડ શેરદીઠ રૂ. 10ની મૂળકિંમત અને શેરદીઠ રૂ. 342-360ની પ્રાઇસબેન્ડ ધરાવતાં શેર્સના આઇપીઓ સાથે તા. 21 ફેબ્રુઆરીના રોજ મૂડીબજારમાં પ્રવેશી રહી છે. આઇપીઓ તા. 23 ફેબ્રુઆરીએ બંધ થશે. રોકાણકારો ઓછામાં ઓછા 40 ઇક્વિટી શેર માટે અને ત્યાર બાદ 40 ઇક્વિટી શેરના ગુણાંકમાં બિડ કરી શકે છે. રૂ. 18,000.00 મિલિયન સુધીનો નવો ઇશ્યુ છે જેમાં કોઈ ઓફર ફોર સેલ કમ્પોનન્ટ નથી.

ઇશ્યૂના મુખ્ય હેતુઓ

ઇશ્યુ દ્વારા એકત્ર કરવામાં આવનાર કુલ ચોખ્ખી આવકમાંથી, સામાન્ય કોર્પોરેટ હેતુઓ સાથે કંપનીએ કંપની અને પેટાકંપનીઓ એટલે કે ચાર્ટર્ડ હોટેલ્સ પ્રાઈવેટ લિમિટેડ અને ચાર્ટર્ડ હમ્પી હોટેલ્સ પ્રાઈવેટ લિમિટેડ દ્વારા મેળવેલ ચોક્કસ બાકી ઉધારના સંપૂર્ણ અથવા આંશિક રૂપે પુન:ચુકવણી/ પૂર્વચુકવણી/ રિડમ્પશન માટે રૂ. 15,000.00 મિલિયન સુધીનો ઉપયોગ કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે.

કંપનીની કામગીરી અને ઇતિહાસ એક નજરે

સપ્ટેમ્બર 1985માં સ્થાપિત જ્યુનિપર હોટલ્સ એ સરાફ હોટેલ્સ લિમિટેડ અને તેની સંલગ્ન, જ્યુનિપર ઇન્વેસ્ટમેન્ટ્સ લિમિટેડ અને ટુ સીઝ હોલ્ડિંગ્સ લિમિટેડ દ્વારા કંપનીને પ્રમોટ કરવામાં આવી છે, જે વૈશ્વિક હોસ્પિટાલિટી કંપની, હયાત હોટેલ્સ કોર્પોરેશનની પરોક્ષ પેટાકંપની છે. કંપની સાત હોટેલ્સ અને સર્વિસ્ડ એપાર્ટમેન્ટ્સ ધરાવતા પોર્ટફોલિયોની માલિકી ધરાવે છે અને તેનું સંચાલન કરે છે અને 30 સપ્ટેમ્બર, 2023 સુધીમાં ભારતમાં “હયાત” સંલગ્ન હોટેલ કીની કુલ 1,836 કીનું સંચાલન કરે છે. તેની હોટેલ્સ અને સર્વિસ્ડ એપાર્ટમેન્ટ્સ ત્રણ અલગ-અલગ સેગમેન્ટ લક્ઝરી હેઠળ વર્ગીકૃત કરવામાં આવ્યા છે – ગ્રાન્ડ હયાત મુંબઈ હોટેલ એન્ડ રેસીડેન્સીસ અને અંદાજ દિલ્હી; અપર અપસ્કેલ – હયાત દિલ્હી રેસીડેન્સીસ, હયાત રીજન્સી અમદાવાદ, હયાત રીજન્સી લખનૌ અને હયાત રાયપુર; અને અપસ્કેલ – હયાત પ્લેસ હમ્પી (સ્રોત: હોરવાથ રિપોર્ટ ). તે મોટા ખાનગી રોકાણકારોની માલિકીની હોટેલ્સમાં મુંબઈ અને નવી દિલ્હીમાં ઉચ્ચ સ્તરના બ્રાન્ડેડ સર્વિસ્ડ એપાર્ટમેન્ટ્સની સૌથી મોટી એકંદર ઈન્વેન્ટરી ધરાવે છે ( સ્ત્રોત: હોરવાથ રિપોર્ટ ). 30 સપ્ટેમ્બર, 2023 સુધીમાં, ગ્રાન્ડ હયાત મુંબઈ હોટેલ એન્ડ રેસિડેન્સીસ પાસે 665 કી હતી, જે મુંબઈમાં 5.4k લક્ઝરી રૂમ ઈન્વેન્ટરીના કુલ પુરવઠાના આશરે 12% નું પ્રતિનિધિત્વ કરે છે; અંદાજ દિલ્હી પાસે 401 કી હતી, જે નવી દિલ્હીમાં 3.3k લક્ઝરી રૂમ ઈન્વેન્ટરીના કુલ પુરવઠાના આશરે 12% નું પ્રતિનિધિત્વ કરે છે; હયાત રીજન્સી અમદાવાદ પાસે 211 કી હતી, જે અમદાવાદમાં 0.8k અપર અપસ્કેલ ઇન્વેન્ટરીના કુલ પુરવઠાના આશરે 26% નું પ્રતિનિધિત્વ કરે છે; અને હયાત રીજન્સી લખનૌ પાસે 206 કી હતી, જે લખનૌમાં 0.4k અપર અપસ્કેલ ઇન્વેન્ટરીના કુલ પુરવઠાના આશરે 52% નું પ્રતિનિધિત્વ કરે છે (સ્ત્રોત: હોરવાથ રિપોર્ટ ).

એપ્લિકેશન લોટ સાઇઝ

ApplicationLotsSharesAmount
Retail (Min)140₹14,400
Retail (Max)13520₹187,200
S-HNI (Min)14560₹201,600
S-HNI (Max)692,760₹993,600
B-HNI (Min)702,800₹1,008,000

કંપનીની નાણાકીય કામગીરી એક નજરે

નાણાંકીય વર્ષ 2023 માટે, કંપનીની કામગીરીમાંથી આવક 116.03% વધીને રૂ. 6,668.54 મિલિયન થઈ છે જે નાણાંકીય વર્ષ 2022 માં રૂ. 3,086.89 મિલિયન હતી. નાણાકીય વર્ષ 2022માં થયેલી રૂ. 1,880.31 મિલિયનની ખોટ ઘટીને વર્ષ 2023 માં રૂ. 14.97 મિલિયન થઈ ગઈ હતી. 30 સપ્ટેમ્બર, 2023 ના રોજ પૂરા થયેલા છ મહિના માટે કંપનીની કામગીરીમાંથી આવક રૂ.  3,361.12 મિલિયન હતી.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)