કેઇન્સ ટેક્નોલોજીનો આઇપીઓ તા. 10 નવેમ્બરે ખૂલશેઃ પ્રાઇસ બેન્ડ રૂ. 559- 587
Kaynes Technology IPO વિગત
ઇશ્યૂ ખૂલશે | 10 નવેમ્બર |
ઇશ્યૂ બંધ થશે | 14 નવેમ્બર |
ફેસ વેલ્યૂ | રૂ. 10 |
પ્રાઇસબેન્ડ | 559- 587 |
લોટ સાઇઝ | 25 શેર્સ |
ઇશ્યૂ સાઇઝ | રૂ. 857.82 કરોડ |
ફ્રેશ ઇશ્યૂ સાઇઝ | રૂ. 530 કરોડ |
ઓફર ફોર સેલ | રૂ. 327.82 કરોડ |
લિસ્ટિંગઃ | બીએસઇ, એનએસઇ |
અમદાવાદ: એન્ડ-ટુ-એન્ડ IoT સોલ્યુશન આધારિત ઇન્ટિગ્રેટેડ ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ પ્લેયર અને ઇલેક્ટ્રોનિક સિસ્ટમ ડિઝાઇન અને મેન્યુફેક્ચરિંગ (“ESDM”) સેવાઓ પૂરી પાડતી કંપની કેઇન્સ ટેક્નોલોજી ઇન્ડિયા લિમિટેડ તા. 10 નવેમ્બરના રોજ મૂડીબજારમાં પ્રવેશી રહી છે. કંપની શેરદીઠ રૂ. 10ની મૂળકિંમત અને શેરદીઠ રૂ. 559- 587ની પ્રાઇસ બેન્ડ ધરાવતા શેર્સની ઓફર મારફત રૂ. 857.82 કરોડ એકત્ર કરવાની દરખાસ્ત ધરાવે છે. ઇશ્યૂ તા. 14 નવેમ્બરે બંધ થશે. કંપનીના શેર્સ બીએસઇ અને એનએસઇ ખાતે લિસ્ટેડ કરાવવામાં આવશે. રોકાણકારો ન્યૂનતમ 25 શેર્સ અને ત્યારબાદ તેના ગુણાંકમાં અરજી કરી શકશે.
કંપનીનો ઇતિહાસ
રમેશન કુન્હીક્ન્નન નામક, ટેક્નોક્રેટે કેઇન્સ ટેક્નોલોજીની સંસ્થાપના 1989માં એકલ માલિકી સાથે કરી હતી અને તેઓ ઇલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગ સર્વિસ ઇન્ડસ્ટ્રીમાં 33 વર્ષ કરતા વધારેની કુશળતા ધરાવે છે તે, કંપનીના પ્રમોટર અને મેનેજિંગ ડિરેક્ટર છે. કેઇન્સ ટેક્નોલોજીએ પહેલી એવી કંપની છે જે પોતાની પરિપક્વ એમ્બેડેડ ડિઝાઇન ક્ષમતાઓનો ઉપયોગ કરીને અસલ ઉપકરણ નિર્માતાઓને (“OEMs”) ડિઝાઇન લેડ ઇલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગ પુરી પાડે છે.
કંપનીની હરીફાઇ
લિસ્ટેડ સ્પેસમાં, કેઇન્સ ટેક્નોલોજી ડિદ્શન ટેક્નોલોજીસ ઇન્ડિયા લિમિટેજ. સિરમા એસજીએસ ટેક્નોલોજી લિમિટેડ અને એમ્બર એન્ટરપ્રાઇઝિશ ઇન્ડિયા લિમિટેડ સાથે સ્પર્ધા કરે છે.
કંપનીની કામગીરી અંગે…
કેઇન્સ ટેક્નોલોજી ભારતના કર્ણાટક, હરિયાણા, હિમાચલ પ્રદેશ, તામિલનાડુ અને ઉત્તરાખંડ રાજ્યોમાં આઠ નિર્માણ એકમો આવેલા છે, જે તેને ગ્રાહકોની કાર્યદક્ષ રીતે અને સસ્તી રીતે તેમની સેવા કરવા સમર્થ બનાવે છે. તેની પાસે 30 જૂન, 2022 સુધી (વાર્ષિક ધોરણે)1,500 મિલિયન કરતા પણ વધારે કોમ્પોનેન્ટ એસેમ્બલ કરવાની ક્ષમતા હતી, તેની પાસે સાથે જ વિશેષ ગ્રીન મેન્યુફેક્ચરિંગ માટેની પણ લાઇન છે જે નિર્દેશો 2002/95/EC રિસ્ટ્રીક્શન ઓફ હેઝાર્ડસ સબસ્ટન્સિંસ (“RoHS”)નું પાલન કરે છે, અને તેના નિર્માણ માળખામાં એક ડિઝાઇન સુવિધા અને બે સેવા કેન્દ્ર સામેલ છે. 30 જૂન, 2022ના રોજ, કેઇન્સ ટેક્નોલોજીRs. 2,266.26 કરોડની ઓર્ડર બુક ધરાવતી હતી.
ESDM ઇન્ડસ્ટ્રીણાં કેઇન્સ ટેક્નોલોજી એવી પહેલી કંપની છે જેને નેશનલ એરોસ્પેસ એન્ડ ડિફેન્સ કોન્ટ્રાક્ટર એક્રિડેશન પ્રોગ્રામ(“NADCAP”) દ્વારા એરોસ્પેસ પ્રોડક્ટ તરીકે એક્રિડેટેડ કરાઇ છે. અને તે ભારતની તેવી જૂજ કંપનીઓ પૈકીની એક છે જેણે પોતાનું આ એક્રિડેશન જાળવી રાખ્યું છે.
KAYNES TECH.: FINANCIAL HIGHLIGHTS
Period Ended | Total Revenue | Profit After Tax |
31-Mar-20 | 370.17 | 9.36 |
31-Mar-21 | 424.66 | 9.73 |
31-Mar-22 | 710.35 | 41.68 |
30-Jun-22 | 199.98 | 10.05 |
પ્રમોટર્સઃ રમેશ કુન્હિકન્નન, સવિથા રમેશ, આરકે ફેમિલી ટ્રસ્ટ
પ્રમોટર્સ હોલ્ડિંગ એટ એ ગ્લાન્સ
Pre Issue Share Holding | 79.78% |
Post Issue Share Holding | 67.39% |