કેફિનટેકની મુંબઈ ઓફિસ શરૂ; ગિફ્ટ સિટીમાં ભવિષ્યમાં વિસ્તરણ યોજના
- મુંબઈમાં નવી સુવિધામાં 300થી વધારે કર્મચારીઓની ભરતીની યોજના
- મૂડીબજારમાં વિવિધ કંપનીઓમાં 5000થી વધુ કર્મીઓને સેવા આપવા તત્પર
હૈદરાબાદઃ તમામ પ્રકારની એસેટમાં મૂડીબજારની ઇકોસિસ્ટમને સંપૂર્ણ સેવાઓ અને સમાધાનો પ્રદાન કરતું અગ્રણી ટેકનોલોજી સંચાલિત ફાઇનાન્શિયલ સર્વિસીસ પ્લેટફોર્મ કેફિન ટેકનોલોજીસ લિમિટેડ (“કેફિન ટેકનોલોજીસ”)એ એની મુંબઈ સુવિધા શરૂ કરવાની જાહેરાત કરી હતી.
કેફિન એની નવી સુવિધામાં 300થી વધારે કર્મચારીઓની ભરતી કરવાની યોજના સાથે ક્ષમતા વધારવા આતુર છે. દુનિયામાં મૂડીબજારમાં વિવિધ કંપનીઓમાં કાર્યરત 5000થી વધારે કર્મચારીઓને સેવા આપવાની સાથે કેફિનટેકની અદ્યતન સુવિધા મુંબઈમાં એના કર્મચારીઓને અનેક સેવાઓ આપશે. મુંબઈ ઓફિસ વિસ્તારમાં ગ્રાહકો અને રોકાણકારો સાથે સતત સંવાદ કરવામાં મદદ કરશે. આ પ્રસંગે કેફિન ટેકનોલોજીસના સીઇઓ શ્રીકાંત નાડેલાએ કહ્યું હતું કે, “કેફિનટેકમાં અમે હંમેશા યોગ્ય પ્રતિભા, અમારા મૂલ્યો સાથે સુસંગતતા ધરાવતા લોકોની ભરતી કરવા તેમજ અમારા ક્લાયન્ટ અને રોકાણકારોને ઉત્કૃષ્ટ મૂલ્ય પ્રદાન કરવા આતુર છીએ. દેશમાં સૌથી મોટી રજિસ્ટ્રાર અને ટ્રાન્સફર એજન્ટ પૈકીની એક તરીકે મુંબઈ અમારા માટે વ્યૂહાત્મક સ્થાન છે. મુંબઈમાં ફિઝિકલ કામગીરીથી અમારા માટે અમારા તમામ હિતધારકો સાથે સંકલન અને સહકાર સ્થાપિત કરવામાં અમને સરળતા મળશે. અમને ખાતરી છે કે, આ નવી સુવિધા લાંબી સફરમાં ફક્ત પ્રથમ પગલું છે.”
કંપની ગુજરાતમાં ગિફ્ટ સિટીમાં એક સુવિધા સાથે વધારે વિસ્તરણની યોજના ધરાવે છે, જે કેફિનટેકના વૈશ્વિક આદાનપ્રદાનને વધારશે, કારણ કે કંપનીનો ઉદ્દેશ તમામ વિસ્તારોમાં તમામ પ્રકારની એસેટ માટે નાણાકીય કેન્દ્ર બનવાનો છે.
કેફિન ટેકનોલોજીસ વિશે
કેફિન ટેકનોલોજીસ ભારત અને વિદેશમાં મ્યુચ્યુઅલ ફંડ, એઆઇએફ (અલ્ટરનેટિવ ઇન્વેસ્ટમેન્ટ્સ), પેન્શન, વેલ્થ મેનેજર્સ અને કોર્પોરેટમાં એના ક્લાયન્ટ્સની એસેટ મેનેજર્સની મહત્વપૂર્ણ જરૂરિયાત પૂરી કરે છે. કંપની SaaS આધારિત તમામ સેગમેન્ટમાં એસેટ મેનેજર્સને સંપૂર્ણ ટ્રાન્ઝેક્શન મેનેજમેન્ટ, ચેનલ મેનેજમેન્ટ, નિયમોનું પાલન કરવા સમાધાનો, ડેટા એનાલીટિક્સ અને અન્ય ડિજિટલ સેવાઓ તેમજ આંતરરાષ્ટ્રીય કંપનીઓ માટે આઉટસોર્સિંગ સેવાઓ પ્રદાન કરે છે. કેફિનનું વિઝન ઇન્વેસ્ટમેન્ટ મેનેજર્સ અને મધ્યસ્થી સંસ્થાઓ માટે સૌથી વધુ પસંદગીનું અને સક્રિય સોલ્યુશન પ્રોવાઇડર બનવાનું વિઝન ધરાવે છે, જે ક્લાયન્ટ્સને ઉત્પાદનની નવીનતા, બહોળી ભૌગોલિક પહોંચ અને ટેકનોલોજી સક્ષમ ઓમ્નિ-ચેનલ રોકાણકાર સેવાઓ માટે ઝડપી પ્લેટફોર્મ પ્રદાન કરીને તેમનો બજારહિસ્સો વધારવા મદદરૂપ થાય છે. કેફિન ટેકનોલોજીસની માલિકી મુખ્યત્વે અગ્રણી વૈશ્વિક ખાનગી ઇક્વિટી રોકાણકાર જનરલ એટલાન્ટિક દ્વારા મેનેજ થતા ફંડની છે. કેફિન ટેકનોલોજીસમાં વર્ષ 2021માં કોટક મહિન્દ્રા બેંક લિમિટેડે 9.9 ટકા હિસ્સો એક્વાયર કર્યો હતો.