કોટક અલ્ટરનેટ એસેટ મેનેજર્સના આઈકોનિક ફંડે રૂ. 2,000 કરોડ એકત્રિત કર્યા
મુંબઈ, 9 એપ્રિલ: કોટક અલ્ટરનેટ એસેટ મેનેજર્સ લિમિટેડ (Kotak Alt)ના કોટક આઈકોનિક ફંડે રૂ. 2,000 કરોડ એકત્રિત કર્યા છે. આ ઓપન-એન્ડેડ ફંડને ઇક્વિટી મલ્ટી-એડવાઇઝર પોર્ટફોલિયો સોલ્યુશન તરીકે તૈયાર કરવામાં આવ્યું છે. આજના ડાયનેમિક ઇન્વેસ્ટિંગ ક્ષેત્રે રોકાણકારોને વધતી ઊથલપાથલ અને સતત બદલાતા બજાર માહોલ સાથે તાલ મિલાવવાનું વધુને વધુ મુશ્કેલ લાગી રહ્યું છે જેનાથી રોકાણકારોને માર્કેટ સાઇકલમાં ઇક્વિટી પોર્ટફોલિયો બનાવવો અને જાળવવો પડકારનજક લાગી રહ્યો છે.
કોટક અલ્ટરનેટ એસેટ મેનેજર્સ લિમિટેડના સીઈઓ-ઇન્વેસ્ટમેન્ટ્સ એન્ડ સ્ટ્રેટેજી લક્ષ્મી ઐયરે જણાવ્યું હતું કે એયુએમમાં રૂ. 2,000 કરોડની સફર અડગ પ્રતિબદ્ધતા, સ્થિતિસ્થાપકતા અને રોકાણકારોના વિશ્વાસના લીધે શક્ય બની. કોટક અલ્ટરનેટ એસેટ મેનેજર્સ લિમિટેડના ડિસ્ક્રિશનરી પોર્ટફોલિયો સોલ્યુશન્સના હેડ નિશાંત કુમારે જણાવ્યું હતું કે કોટક આઇકોનિક રોકાણકારોને તેમના ઇક્વિટી ફાળવણી માટે વન-સ્ટોપ સોલ્યુશન પૂરું પાડે છે જે સ્ટ્રેટેજી સિલેક્શન, અલોકેશન અને પર્ફોર્મન્સ મોનિટરિંગને ડાયનેમિકલી સંભાળે છે. કોટક આઇકોનિક ફંડ એ સેબી રજિસ્ટર્ડ કેટેગરી 3 અલ્ટરનેટિવ ઇન્વેસ્ટમેન્ટ ફંડ (એઆઈએફ) છે જે કોટક ગ્રુપની અલ્ટરનેટ એસેટ મેનેજમેન્ટ આર્મ કોટક અલ્ટરનેટ એસેટ મેનેજર્સ લિમિટેડ દ્વારા મેનેજ કરવામાં આવે છે.
કોટક આઇકોનિક ફંડ એ અમેરિકા, યુકે, સિંગાપોર, ડીઆઈએફસી અને હોંગકોંગ સહિતના પાંચ ઓફશોર કાર્યક્ષેત્રોમાંથી ઇનફ્લોને સ્વીકારે છે જે બિન-રહીશોને ભારતીય ઇક્વિટી બજારોની એક્સેસ માટે સરળ ઇન્વેસ્ટિંગ પ્લેટફોર્મ પૂરું પાડે છે. કોટક ઓપ્ટિમસ અને કોટક આઇકોનિક હેઠળ કોટક અલ્ટ વિવિધ રોકાણ હેતુઓ ધરાવતા રહીશ અને બિન-રહીશ રોકાણકારો બંનેને મલ્ટી-એસેટ અને ઇક્વિટી ડિસ્ક્રીશનરી પોર્ટફોલિયો ઓફર કરે છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)