મુંબઇ: કોટક મહિન્દ્રા જનરલ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડ (કોટક જનરલ ઇન્સ્યોરન્સ)એ પ્રાઇવેટ કાર ઇન્સ્યોરન્સ પોલીસી સાથે ઉપલબ્ધ તેના એડ-ઓન મીટર (સ્વિચ ઓન/ સ્વિચ ઓફ) કવર લોંચ કરવાની જાહેરાત કરી છે. મીટર (સ્વિચ ઓન/ સ્વિચ ઓફ) લીધાપછી યુઝર્સે પ્લે સ્ટોર અથવા એપ સ્ટોર ઉપરથી કોટક મીટર મોબાઇલ એપ ડાઉનલોડ કરવાની રહેશે, જે વાહન માલીકોને તેમના ઉપયોગ અનુસાર બટનની એક ક્લિક પર તેમના કાર ઇન્સ્યોરન્સ કવરેજ ઓન અને ઓફ કરવામાં મદદરૂપ બનશે.

મીટર નામ પરિવહન સાથે સંકળાયેલો બોલચાલનો શબ્દ છે, જે સૂચવે છે કે વાહન માલીક જ્યારે વાહન ઉપયોગમાં હોય ત્યારે જ વીમાની ચૂકવણી કરી શકે. મોબાઇલ એપ્લીકેશનમાં આ સરળ સ્વિચ ઓન અને ઓફ વિશેષતાથી જ્યારે વાહન ઉપયોગમાં ન હોય અનેકવર સતત 24 કલાક ઓફ કરવાથી ગ્રાહકોને પુરસ્કાર અપાય છે. પુરસ્કારના સંચિત દિવસોને પોલીસી મુદ્દતના અંતે રિન્યૂઅલ ઉપર ઓન ડેમેજ પ્રીમયમ પર 40 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ મેળવીને અથવા કેશબેક દ્વારા રીડીમ કરી શકાય છે. તેવું કોટક જનરલ ઇન્સ્યોરન્સના એમડી અને સીઇઓ સુરેશ અગ્રવાલે જણાવ્યું હતું.