કુમાર આર્ક ટેકે રૂ. 740 કરોડના IPO માટે DRHP ફાઇલ કર્યું
અમદાવાદ, 1 ઓક્ટોબરઃ પીવીસી2 બ્લેન્ડ-આધારિત બિલ્ડિંગ મટિરિયલ પ્રોડક્ટ્સના ઉત્પાદક અને નિકાસકાર કુમાર ટેક લિમિટેડે SEBIમાં તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (“DRHP”) ફાઇલ કર્યું છે. કંપની રૂ. 7,400 મિલિયન (રૂ. 740 કરોડ) સુધીની રકમ માટે IPO દ્વારા ઇક્વિટી શેર (પ્રત્યેક રૂ. 2ની ફેસ વેલ્યુના)ની ઓફર દ્વારા ફંડ એકત્રિત કરવાની યોજના ધરાવે છે.
ઓફરમાં રૂ. 2,400 મિલિયન (રૂ. 240 કરોડ) સુધીના મૂલ્યના ઇક્વિટી શેર્સના ફ્રેશ ઇશ્યૂ (The “Fresh Issue”) અને રૂ. 5,000 મિલિયન (રૂ. 500 કરોડ) સુધીના મૂલ્યના વેચાણકર્તા શેરધારકો દ્વારા વેચાણની ઓફર (The “Offer for Sale”) નો સમાવેશ થાય છે.
કંપની ફંડિંગમાંથી મળેલી કુલ આવકનો આ મુજબ ઉપયોગ કરવાની દરખાસ્ત કરે છે (1) પીવીસી આધારિત પ્રોડક્ટ્સના ઉત્પાદન સંદર્ભે ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટ માટે તેની મૂડી ખર્ચ જરૂરિયાતોને નાણાં પૂરા પાડવા માટે તેની સંપૂર્ણ માલિકીની પેટાકંપની ટીઆઈપીએલમાં અંદાજે રૂ. 1,820.92 મિલિયન (રૂ. 182.09 કરોડ)ના રોકાણ માટે અને બાકીની રકમ સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે (The “Object of Issue”).
રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ દ્વારા ઓફર કરવામાં આવેલા ઇક્વિટી શેર્સ BSE અને NSE પર લિસ્ટ કરવાની યોજના છે.
મોતીલાલ ઓસ્વાલ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર્સ લિમિટેડ અને ઇક્વિરાસ કેપિટલ પ્રાઇવેટ લિમિટેડ ઇશ્યૂના બુક રનિંગ લીડ મેનેજર્સ છે.
કંપની ત્રણ કેટેગરીઓમાં વિભાજિત વિવિધ શ્રેણીની પ્રોડક્ટ્સ પૂરી પાડે છે (1) બોર્ડ/શીટ્સ તથા ટ્રીમબોર્ડ્સ, ડોર્સ અને વોર્ડ સિલિંગ પેનલ્સ અને કોલમ્સ જેવા તેના ડેરિવેટિવ્સ (2) પ્રોફાઇલ્સ જેમાં મોલ્ડિંગ અને ડોર ફ્રેમનો સમાવેશ થાય છે (3) સાઇનેજ સોલ્યુશન્સ.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)