અમદાવાદ, 7 ઓક્ટોબર: એલજી ઇલેક્ટ્રોનિક્સ ઇન્ડિયા લિમિટેડે તેના ઈનિશિયલ પબ્લિક ઓફરિંગ (આઈપીઓ) માટે પ્રતિ ઇક્વિટી શેર રૂ.1,080/-થી રૂ.1,140/-ની પ્રાઇઝ બેન્ડ નક્કી કરી છે. બિડ/ઓફર સબ્સ્ક્રિપ્શન માટે મંગળવાર, 7 ઓક્ટોબર, 2025ના રોજ ખુલશે અને ગુરૂવાર, 9 ઓક્ટોબર, 2025ના રોજ બંધ થશે. રોકાણકારો ઓછામાં ઓછા 13 ઇક્વિટી શેર માટે અને ત્યારબાદ 13 ઇક્વિટી શેરના ગુણાંકમાં બોલી લગાવી શકે છે. એમ્પલોયી રિઝર્વેશન પોર્શનમાં બોલી લગાવનારા લાયક કર્મચારીઓને પ્રતિ ઇક્વિટી શેર રૂ.108/-નું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.

આ ઓફરમાં તેના પ્રમોટર, એલજી ઇલેક્ટ્રોનિક્સ ઇન્ક દ્વારા ₹10ના અંકિત મૂલ્યવાળા 101,815,859 ઇક્વિટી શેરના વેચાણ માટેની ઓફરનો સમાવેશ થાય છે.

એક્સિસ કેપિટલ લિમિટેડ, સિટીગ્રુપ ગ્લોબલ માર્કેટ્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ, મોર્ગન સ્ટેનલી ઇન્ડિયા કંપની પ્રાઇવેટ લિમિટેડ, જે.પી. મોર્ગન ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ, બોફા સિક્યોરિટીઝ ઇન્ડિયા લિમિટેડ બુક રનિંગ લીડ મેનેજર્સ છે અને કેફિન ટેક્નોલોજીસ લિમિટેડ ઓફરના રજિસ્ટ્રાર છે. ઇક્વિટી શેર્સ એનએસઇ અને બીએસઇ પર સૂચિબદ્ધ કરવાનો પ્રસ્તાવ છે.