દેશની સૌથી મોટી વીમા કંપની LICનો આઇપીઓ આ વર્ષે માર્ચમાં આવવાનો હતો. પરંતુ હવે સરકાર મે મહિનામાં LICનો ઇશ્યૂ લૉન્ચ કરવાની તૈયારીમાં છે. સરકાર LICના ઈશ્યુમાં 5 ટકાથી વધુ હિસ્સો વેચી શકે છે. વૈશ્વિક બજારો પણ હવે વૈશ્વિક અનિશ્ચિતતામાંથી બહાર આવી રહ્યા છે. તેને ધ્યાનમાં રાખી કંપની તડામાર તૈયારી કરી રહી છે. 8 માર્ચે સેબીએ LICને ઈશ્યૂ વેચીને ફંડ એકત્ર કરવાની મંજૂરી આપી છે. સરકાર 31 કરોડ ઈક્વિટી શેર વેચશે. આઇપીઓનો એક પોર્શન એન્કર ઇનવેસ્ટર્સ માટે રિઝર્વ રહેશે. ઇશ્યૂનો લગભગ 10 ટકા હિસ્સો પૉલિસીહોલ્ડર્સ માટે અલગ રાખવામાં આવશે.સરકાર પહેલા નાણાકીય વર્ષ 2022 માં તેનો 5 ટકા હિસ્સો વેચીને 63,000 કરોડ રૂપિયા એકત્ર કરવાની તૈયારીમાં હતી. પરંતુ વર્ષ 2022માં સરકારે ડિસઇન્વેસ્ટમેન્ટ યોજનાનો ટારગેટ ઘટાડીને 78,000 કરોડ રૂપિયા કર્યો હતો. આઇપીઓ પૂર્ણ રીતે ઑફર ફૉર સેલ (OFS) હશે. તેમાં સરકાર પોતાનો હિસ્સો વેચશે. કોઈ ફ્રેશ ઈશ્યૂ જાહેર કરવામાં નહીં આવશે. LICમાં સરકાર પાસે 100 ટકા હિસ્સો એટલે કે 632.49 કરોડ રૂપિયા શેર છે. કંપનીના શેરની ફેસ વેલ્યુ 10 રૂપિયા છે. ઉલ્લેખનીય છે કે, LICનો ઇશ્યૂ યોજવા માટે સરકાર પાસે 12 મે સુધીનો સમય છે. જો સરકાર 12 મે સુધીમાં ઇશ્યૂ નહીં લાવી શકે તો તેણે સેબી પાસે ફરીથી DRHP જમા કરવું પડશે. સરકારે 12 ફેબ્રુઆરીએ DRHP જમા કર્યું હતું. તે મુજબ 12 મે સુધીમાં ઈશ્યુ લાવવાનો રહેશે.