કેમ્પસના પોઝિટીવ લિસ્ટિંગ એલઆઈસી આઈપીઓ માટે આશાનું કિરણ બન્યુ છે. આગામી સમયમાં વધુ કંપનીઓ આઈપીઓ લાવી શકે છે. આજે રિટેલ વેલ્થ મેનેજમેન્ટ સર્વિસિઝ પ્રોવાઈડર પ્રુડન્ટ કોર્પોરેટ એડવાઈઝરી સર્વિસિઝ લિ.નો રૂ. 538.61 કરોડનો આઈપીઓ સોમવારથી 3 દિવસ માટે ખૂલ્યો છે. રૂ. 595-630 પ્રાઈસ બેન્ડ પર 23 શેર્સ લોટ માટે અરજી કરી શકાશે. જેમાં કર્મચારીઓ માટે રૂ. 59 ડિસ્કાઉન્ટ છે. 85.49 લાખ ઈક્વિટી શેર્સમાંથી 50 ટકા રિઝર્વ ક્યુઆઈબી માટે છે. રિટેલ ઈન્વેસ્ટર્સને 35 ટકા અને એનઆઈઆઈને 15 ટકા શેર્સ એલોટ કરવામાં આવશે. ડ્રાફ્ટ પ્રોસ્પેક્ટ્સ મુજબ, ચોખ્ખો નફો અને કુલ આવકો છેલ્લા 3 નાણાકીય વર્ષમાં સતત વધી છે.

એલઆઈસીનો આઈપીઓ 2.95 ગણો ભરાયો

દેશનો સૌથી મોટો તેમજ બિડ્સ માટે સામાન્ય કરતાં 3 દિવસ વધુ ખુલ્લો રહેનાર એલઆઈસીનો આઈપીઓ અંતિમ દિવસે 2.95 ગણો ભરાયો છે. તમામ કેટેગરીમાં 2થી 6 ગણુ સબ્સ્ક્રિપ્શન જોવા મળ્યુ છે. 21 હજાર કરોડના આઈપીઓ શેર્સનું એલોટમેન્ટ 12મેએ થશે. 22 કરોડ ઈક્વિટી શેર્સમાંથી લોટ દીઠ રોકાણકારોને 45 શેર્સ ફાળવવામાં આવશે. મેઈન બોર્ડ ખાતે લિસ્ટિંગ 17મે થશે.

વિવિધ કેટેગરીમાં સબ્સ્ક્રિપ્શન

કેટેગરી      સબ્સ્ક્રિપ્શન(x)

ક્યુઆઈબી   2.83

એનઆઈઆઈ      2.91

રિટેલ 1.98

એમ્પ્લોયી   4.37

પોલિસીહોલ્ડર      6.07

રેઈનબોનું આજે લિસ્ટિંગ

રેઈનબો ચિલ્ડ્રન મેડિકેરનો રૂ. 1580.85 કરોડનો આઈપીઓનું આજે લિસ્ટિંગ થશે. ગ્રે માર્કેટમાં રૂ. 542ની ઈશ્યૂ પ્રાઈઝ સામે રૂ. 15 પ્રિમિયમ સાથે 3થી 5 ટકા પ્રિમિયમે લિસ્ટિંગ થવાની સંભાવના છે.