LIC નવો પ્લાન જીવન કિરણ, પ્રિમિયમના રિટર્ન સાથે લાઈફ કવર
અમદાવાદ, 28 જુલાઇઃ ભારતીય જીવન વીમા નિગમ (LIC)એ એક નવો પ્લાન જીવન કિરણ (પ્લાન નં. 870) લોન્ચ કર્યો છે. LICનું જીવન કિરણ એક વ્યક્તિગત, બચત જીવન વીમા પ્લાન છે. આ પ્લાન પ્રીમિયમના રિટર્ન સાથે લાઈફ કવર પ્રદાન કરે છે. કિફાયતી દામ પર વધારે મોટું લાઈફ કવરની અપેક્ષા રાખતા લોકો માટે આ એક ઉત્તમ પ્રોડક્ટ છે. આ પ્લાન 18 વર્ષથી શરૂ કરી 65 વર્ષ સુધીની વયના લોકો માટે ઉપલબ્ધ છે.
પાકતી મુદત પર: જો પોલિસી ચાલું હોય તો લાઈફ એસ્યોર્ડ પર પાકતી મુદતની તારીખે, આ ટર્મ એસ્યોરન્સ વધારાના કોઈ પ્રીમિયમ, ચૂકવેલ કોઈ રાઈડર પ્રીમિયમ અને કરવેરા વિના પ્લાન ચૂકવેલ કુલ પ્રીમિયમ / ચૂકવેલ સિંગલ પ્રીમિયમના રિફંડની મંજૂરી આપે છે.
વધારાના પ્રીમિયમની ચૂકવણી કરીને બે પ્રકારના વૈકલ્પિક રાઈડર્સ ઉપલબ્ધ
અકસ્માત મૃત્યુ અને ડિસેબિલિટી બેનિફિટ રાઈડર, એક્સિડેન્ટ બેનિફિટ રાઈડરનો વિકલ્પ છે. 5 વર્ષના સમયગાળા પર પાકતી મુદતે, મૃત્યુના સંજોગોમાં લાભ મેળવવા સેટલમેન્ટનો વિકલ્પ ઉપલબ્ધ છે.
LIC જીવન કિરણ પ્લાનઃ At a Glance
આ પ્લાનમાં મોડરેટ લાઈફ કવર માટે સમ એસ્યોર્ડ રકમ રૂ. 15 લાખ છે.
આમાં પોલિસીની મુદત 10 વર્ષથી 40 વર્ષ સુધીની છે.
ધુમ્રપાન કરતા અને ધુમ્રપાન નહિ કરતા લોકો માટે પ્રીમિયમના દરો જુદા જુદા છે.
રૂ.50 લાખથી વધુ સમ એસ્યોર્ડ રકમ માટે ટેબ્યુલર પ્રીમિયમ પર રિબેટ ઉપલબ્ધ છે.
રેગ્યુલર પ્રીમિયમ પોલિસી માટે ન્યૂનત્તમ ઈન્સ્ટૉલમેન્ટ પ્રીમિયમ રૂ. 3000/- અને સિંગલ પ્રીમિયમ પોલિસી માટે રૂ. 30000/- રહેશે.
મૃત્યુના સંજોગોમાં: પોલિસીની મુદત દરમિયાન મૃત્યુના સંજોગોમાં જો પોલિસી ચાલું છે, તો ‘મૃત્યુના સંજોગોમાં સમ એસ્યોર્ડ’ ચૂકવવાપાત્ર રહેશે જે નીચે મુજબ છે:
(અ) રેગ્યુલર પ્રીમિયમ પોલિસી માટે:- એન્યુલાઈઝ્ડ પ્રીમિયમના વધુમાં વધુ 7 ગણા અથવા મૃત્યુની તારીખ સુધી “કુલ ચૂકવેલ પ્રીમિયમ”ના 105% અથવા બેઝિક સમ એસ્યોર્ડ.
(બ) સિંગલ પ્રીમિયમ પોલિસી માટે:- સિંગલ પ્રીમિયમના વધુમાં વધુ 125% અથવા બેઝિક સમ એસ્યોર્ડ.