Lok Sabha Elections 2024: લોકસભા ચૂંટણી 2024નું પ્રથમ તબક્કાના મતદાન આજથી શરૂ થયા છે. બપોરે એક વાગ્યા સુધીમાં ત્રિપુરામાં સૌથી વધુ 53.4 ટકા મતદાન નોંધાયું છે.જ્યારે લક્ષદ્વિપમાં 30 ટકા મતદાન થયું છે.

અમદાવાદ, 19 એપ્રિલઃ

કુલ સાત તબક્કામાં 543 બેઠકો પર મતદાન થવાનું છે. જેમાં ત્રીજા તબક્કા હેઠળ ગુજરાતમાં 7મે, 2024ના રોજ મતદાન યોજાશે. લોકસભા બેઠકના પરિણામ 4 જૂને જાહેર થશે. જો તમારી પાસે ચૂંટણી કાર્ડ ન હોય તો તેને તમે ઘરેબેઠા ઓનલાઈન સરળ પ્રક્રિયા મારફત બનાવી શકો છે. આ સિવાય તમારી પાસે નીચે દર્શાવેલા ડોક્યુમેન્ટ હશે તો તમે મતદાન આપી શકશો.

મતદાન એ લોકશાહી સમાજનો મૂળભૂત અધિકાર છે. જેથી પ્રત્યેક નાગરિકની ફરજ છે કે, તેઓ મત આપે. જેના માટે જરૂરી ડોક્યુમેન્ટ ચૂંટણી કાર્ડની મદદથી ચૂંટણી આયોગ મતદારની વિગતો અને ઓળખ ચકાસી મત આપવા મંજૂરી આપે છે.

1.    આધાર કાર્ડ2.   મનરેગા જોબ કાર્ડ
3.   બેન્ક-પોસ્ટ ઓફિસ દ્વારા જારી ફોટોગ્રાફ સાથેની પાસબુક4.   શ્રમ મંત્રાલયની સ્કીમ હેઠળ જારી હેલ્થ ઈન્સ્યોરન્સ સ્માર્ટ કાર્ડ
5.   ડ્રાઈવિંગ લાયન્સ6.   પાન કાર્ડ
7.   NPR અંતર્ગત RGI દ્વારા જારી સ્માર્ટ કાર્ડ8.   કેન્દ્રીય, રાજ્ય, સરકારી, કે પબ્લિક લિ. કંપનીઓ દ્વારા ફોટો સાથે જારી સર્વિસ આઈ કાર્ડ
9.   યુનિક ડિસેબિલિટી આઈડી કાર્ડ 

ઓનલાઈન ચૂંટણી કાર્ડ માટે રજિસ્ટ્રેશન કરાવ્યા બાદ સ્ટેટસ આ રીતે ચકાસો

https://electoralsearch.eci.gov.in પર લોગઈન અથવા વોટર હેલ્પલાઈન 1950 પર કોલ અથવા મેસેજ કરી તમારા ચૂંટણી કાર્ડ વિશે માહિતી મેળવી શકો છે. જેમ કે, તમારો EPIC નંબર 123456 છે, તો તમે મેસેજમાં  ECI 123456 લખી 1950 નંબર પર મેસેજ કરી શકો છો.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)